અમદાવાદઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પ્રવાસીઓ માટે 27 થી વધુ રમણીય સ્થળો સાથે જોડી રહ્યું છે. આ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન્સમાં પર્વતો બીચ, હેરિટેજ, સ્માર્ટ સિટીઝ વગેરેનો સમાવેશ થાય છે. વેકેશન પડતાની સાથે અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિક 80 ટકા વધી ગયો છે. અમદાવાદથી ગોવા જનારા પેસેન્જરોની સંખ્યામા વધારો નોંધાયો છે, તેવી જ રીતે જયપુર અને ઉદેપુરના રિસોર્ટ પણ હાઉસફૂલ થઇ ગયા છે.
SVPI એરપોર્ટ પર્વતીય સ્થળો હવાઈમાર્ગો પ્રવાસન માટે વિવિધ ફ્લાઇટ્સ ઉપલબ્ધ કરાવી છે. દાર્જિલિંગ, ચાલસા, સિલિગુડી, ગુવાહાટી અને કાઝીરંગા નેશનલ પાર્ક જેવા અન્ય સ્થળોનો પ્રવાસ કરવા તમે અમદાવાદથી બાગડોગરા ડાયરેક્ટ ફ્લાઇટમાં જઈ
શકાય છે.

