અમદાવાદ: અમદાવાદ કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેના હસ્તે પાકિસ્તાનથી આવેલા ૧૭ હિન્દુ શરણાર્થીઓને નાગરિતાપત્ર એનાયત કરાયા હતા.
જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે લાભાર્થીઓ સાથે ભાવપૂર્ણ સંવાદ સાંધ્યો અને તેમણે લાભાર્થીઓને શિક્ષણ અને કારકિર્દી સંબંધિત પ્રશ્નો પૂછ્યા હતા અને સાંત્વના આપી હતી. આ પ્રસંગે લાભાર્થી સવામલને કલેક્ટરને કહ્યું કે કલેક્ટર સાહેબ! અને ભારતમાં શાંતિ મહેસુસ કરીએ છીએ. અહીં ઉપસ્થિત રહેલા લાભાર્થીઓએ નાગરિતા પત્ર આપવાની પ્રક્રિયામાં અમદાવાદ જિલ્લા વહીવટી તંત્રની અધિકારીઓએ દાખવેલી ત્વરા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
અહીં મહત્વની બાબત એ છે નાગરિતા અધિનિયમ પ્રમાણે ૭ વર્ષથી એક જ સ્થળે રહેતા વિદેશી નાગરિકોને બંધારણીય પ્રક્રિયા અનુસરીને નાગરિકતા પત્ર આપવામાં આવે છે. આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર પરિમણ પંડ્યા અને અગ્રણી મેઘરાજભાઇ તેમજ રાજેશભાઇ મહેશ્વરી સહિતના મહાનુંભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે નોંધનીય છે કે, રાજ્ય અને કેન્દ્રની આઇ.બી.ટીમ. દ્વારા યોગ્ય ચકાસણી થયા બાદ તેઓને સ્વીકાર પત્ર એનાયત કરવામાં આવે છે. જેને આધારે બાકીના નિયમોનુંસાર જરૂરી પુરાવા રજૂ કર્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા આખરી નાગરિક્તા પ્રમાણપત્ર આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૮ના ગેઝેટની ગુજરાત રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને કચ્છ જિલ્લા કલેક્ટરને અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાની, લધુમતિ, ધરાવતા (હિન્દુ શીખ, બૌદ્વ, જૈન,પારસી, અને ખિસ્ત્રી) ધર્મના લોકોને નાગરિકતા અધિનિયમ અંતર્ગતની પ્રક્રિયા અનુસરીને ભારતીય નાગરિકતા આપવામાં આવે છે.
