અમદાવાદ: સોખડા હરિધામ મંદિરના પ્રેમ સ્વરૂપદાસજી અને પ્રબોધ સ્વામી વચ્ચે હાલ વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે સુરતમાં આ બંને છાવણીના સમર્થકો વચ્ચે થયેલા ઝઘડાના મુદ્દે હાઈકોર્ટમાં અરજી કરાઈ છે. સુનાવણી બાદ, હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, ઉધના પોલીસ સ્ટેશનના પીઆઈ અને સુરત પોલીસ કમિશનર આ બાબતે જવાબ રજૂ કરે. હાઈકોર્ટમાં અરજદારના વકીલની રજૂઆત હતી કે ઉધાન વિસ્તારમાં પ્રબોધસ્વામી છાવણીના હરિભક્ત પર હુમલા કરાયો છે. આ હુમલાની ઘટનામાં તેમને ગંભીર ઈજા થયેલી છે. આ કેસમાં ફરિયાદ છતાં પોલીસે જવાબદાર લોકોની ધરપકડ કરી નથી.

