હવે યૂકેમાં ચારૂસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ શરૂ કરાશે

Tuesday 10th May 2022 15:31 EDT
 
 

આણંદ: ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન (CHRF)ની 11મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ નગીનભાઈ પટેલની અધ્યક્ષતામાં ચારૂસેટ કેમ્પસ ચાંગા ખાતે યોજાઈ હતી. સભામાં યુ.કે.-લંડનમાં સ્થાપવામાં આવેલા ચારૂસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટ ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલે માહિતી આપી હતી તેમજ ચારૂસેટના પ્રચાર-પ્રસાર માટે ચારૂસેટ તરફથી ઉચ્ચસ્તરીય ડેલીગેસન યુ.કેની મુલાકાત લેશે. એન.આર.પટેલ એન્ડ કંપનીની જંયતીભાઈ પટેલ દ્વારા ચારૂસેટ હોસ્પિટલને રૂ. 1 કરોડના માતબર દાન પ્રાપ્ત થયું છે. તો ચારૂસેટ યુનિવર્સિટી અને ચારૂસેટ હોસ્પિટલના પ્રચાર-પ્રસાર માટે અમેરિકામાં 8 ઇન્ક. સ્થાપવામાં આવ્યું હતું. જેનું સંચાલન વિરેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે. હવે યુકે. લંડનમાં ચારૂસેટ એજ્યુકેશનલ એન્ડ હેલ્થકેર ટ્રસ્ટનું આગામી 16મી જુલાઈએ યુ.કે. લંડનમાં લોન્ચિંગ કરવામાં આવશે. ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું CEHT-UKના હોદ્દેદારોના આમંત્રણને માન આપીને આ લોન્ચિંગ કાર્યક્રમ અને ફંડ રેઇઝિગં ઇવેન્ટમાં ભાગ લેવા માટે ચારુસેટ તરફથી ઉચ્ચસ્તરીય ડેલીગેશન યુકેની મુલાકાત લેશે. જેમાં પ્રમુખ નગીનભાઈ પટેલ, ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલ, મંત્રી ડો. એમ.સી. પટેલ, વિષ્ણુભાઈ પટેલ, નવનીતભાઈ પટેલ, ડો.દેવાંગ જોશી, ડો. ઉમાબેન પટેલનો સમાવેશ થાય છે. તેઓ યુકેમાં ચારુસેટ યુનિ. અને ચારૂસેટ હોસ્પિટલનો પ્રચાર-પ્રસાર કરશે.
સભામાં CHRFના પ્રમુખ નગીનભાઈ પટેલ, ઉપપ્રમુખ વિરેન્દ્રભાઈ પટેલ, મત્રી ડો. એમ.સી.પટેલ, નવનીતભાઈ પટેલ, સહમંત્રી ધીરુભાઈ પટેલ, ખજાનચી કિરમભાઈ પટેલ, એક્ઝિક્યુટીવ મેમ્બર ચીમનભાઈ એ. પટેલ, વી.એમ. પટેલ, ઠાકોરભાઈ પટેલ, જે.ડી. પટેલ, કલ્પેશ પટેલ, CHRFના સભ્યો, ચારુસેટ યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશી, ચારુસેટ હોસ્પિટલના સીઓઓ ડો. ઉમાબેન પટેલ, વિવિધ કોલેજોના પ્રિન્સીપાલો ઉપસ્થિત
રહ્યા હતા.


comments powered by Disqus