ગાંધીધામઃ સાયબર ક્રાઇમની મળેલી ટીપલાઇનના આધારે એ-ડિવિઝન પોલીસે ગાંધીધામમાં રહેતા બે શખસોને તેમજ અંજારમાં રહેતા એક શખસનો મોબાઇલ તપાસી તેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતું સાહિત્ય ડીલીટ કર્યુ઼ હોવાની શ઼કા સાથે કાર્યવાહી કરી એફએસએલ માટે મુક્યા હતા. તો અંજારના ખેડોઇ રહેતા મહિપાલસિંહ ભીખુભા જાડેજાના મોબાઇલ પણ ચકાસી ચાઇલ્ડ પોર્નોગ્રાફી તળે કાર્યવાહી અંજાર પોલીસે કરી હતી.
