કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી

Tuesday 11th January 2022 13:45 EST
 
 

સુરેન્દ્રનગરઃ દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરીયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત સ્થળ સમા વેરાન રણમાં ચોમાસુ ગાળવા આવે છે. ત્યારે કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી છે.
અત્યાર સુધી સુરખાબ દર વર્ષે કચ્છના મોટા રણમાં શિયાળો ગાળવા આવવાની સાથે હજારોની સંખ્યામાં લાઇનબદ્ધ અનોખી માળા વસાહત બનાવી ઇંડાઓનું સંવનન કરી હજારોની સંખ્યામાં બચ્ચાઓને જન્મ આપી માનવીય ખલેલથી પર એવા રણમાં ઉડતા શીખવાડી બચ્ચાઓ સાથે સામુહિક ઉડાન ભરી પોતાના માદરે વતન પરત ફરે છે. પણ ૧૯૯૮ બાદ આ વર્ષે કચ્છના મોટા રણમાં ખલેલ પડતા સુરખાબે નાના રણમાં પડાવ નાખી અનોખી માળા વસાહત બનાવી છે.

દર વર્ષે ચાર મહિના અભ્યારણ પ્રવાસીઓ માટે સદંતર બંધ રહે છે

દર વર્ષે ૧૬ જૂનથી ૧૨ ઓકટોબર સુધી ચાર મહિના સંવનનકાળનો સમયગાળો હોવાથી ઘૂડખર અભ્યારણ સહિતના ગુજરાતનાં તમામ અભ્યારણો પ્રવાસીઓ માટે સદંતર બંધ રહે છે. ૧૬ ઓકટોબરથી ઘૂડખર સહિતના ગુજરાતનાં તમામ અભ્યારણો પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવે છે.


comments powered by Disqus