રાજકોટ: દેશ વિદેશમાં વસતા સમસ્ત લેઉઆ પટેલ સમાજની આસ્થાના કેન્દ્ર રાજકોટ નજીક કાગવડ ખાતે આવેલા ખોડલધામ મંદિરનો પંચવર્ષિય પાટોત્સવ આગામી તારીખ ૨૧ જાન્યુઆરીએ લાખો ભાવિકોની ઉપસ્થિતિમાં ધામધૂમથી ઉજવવાનો હતો.પરંતુ વર્તમાન સમયે કોરોના મહામારીનું સંક્રમણ ફેલાતા લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે તેમજ કોરોના સંદર્ભે સરકારની માર્ગદર્શિકાના પાલન અર્થે આ પાટોત્સવ વર્ચ્યુઅલ એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી યોજાશે. તેમ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઇ પટેલ અને પ્રમુખ હસમુખભાઇ લુણાગરિયા ખોડલધામ ટ્રસ્ટના અન્ય કારોબારી સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં જાહેર કર્યું હતું.
