દક્ષિણ ગુજરાતના પેરિસ ‘એના’ ગામના ૪૦૦ ઘરમાંથી એક પણ ઘર એવું નથી જેનો સભ્ય વિદેશમાં ન હોય...

Tuesday 11th January 2022 13:44 EST
 
 

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં NRIઓનું ગામ તરીકે ઓળખાતું એનાને પેરિસ પણ કહેવાય છે. ગામમાં ૪૦૦ ઘરોમાંથી એક પણ ઘર એવું ન હોય, જેનો સભ્ય વિદેશમાં ન હોય. ૨૦૦ ઘરોના તાળાં જ રહેતા હોય છે. વર્ષમાં એક વખત મોટી સંખ્યામાં વતન આવવાનું પણ ચૂકતા નથી. અમેરિકા, કેનેડા, અને યુકેમાં જ ગામના જ ૩૦૦૦થી વધુ વસ્તી એના ગામના લોકોની છે.
એટલે જ ગામમાં કોઈ પણ વિકાસનું કામ હોય, વિદેશમાં સ્થાપના કરેલ એનાવાલા ઇન્ટરનેશનલ એસોશિયેસનમાં પ્રપોઝ મુકતા જ કરોડો રૂપિયા માત્ર એક જ દાતા આપવા તૈયાર થઈ જતા હોય છે. અત્યાર સુધી આવા દાતાઓ કરોડો રૂપિયા ગામની સુવિધા માટે આપી ચુક્યા છે. ગામની પ્રાથમિક સુવિધાના કામોમાં પણ ફાળો નોંધનીય હોય છે. હાલમાં ગામના NRI દાતાએ ૧.૭૫ કરોડ રૂપિયા ગામમાં ચરોતરીયા પાટીદાર સમાજના નામે સાંસ્કૃતિક હોલ બનાવવા આપ્યા છે. લગભગ ૧૫૦થી વધુ એનઆરઆઇઓની હાજરી વચ્ચે ઉદઘાટન કરવામાં આવ્યું છે. ૧૯૮૪માં એનાવાલા ઇન્ટરનેશનલ એસોશિયેસનની સ્થાપના કરાઈ હતી, ગામમાં કોઈ પણ સુવિધાનું વિકાસલક્ષી કામ હોય, પ્રપોઝલ મુકવામાં આવે છે, માંડ ૧૦-૧૫ મિનિટમાં જ ફાઇનલ થઈ જતું હોય છે. ઘણા કામો માટે વ્યક્તિગત તમામ ખર્ચ પણ આપવાનું પણ નક્કી થતું હોય છે.
આ એસોસિયેશન બનાવવા પાછળનું મુખ્ય કારણ વિદેશમાં વસતા અન્ય લોકો પણ પોતાની જન્મભૂમિ માટે પ્રેરણા લઈ ગામ માટે બનતી મદદ કરી શકે.


comments powered by Disqus