પીપાવાવ-દુબઈ વચ્ચે સાપ્તાહિક કાર્ગો જહાજ સેવાનો આરંભ કરાયો

Tuesday 11th January 2022 14:00 EST
 
 

ભારતમાં પીપાવાવ સહિતના કેટલાક ચુનંદા પાર્ટ સાથે ખાડી દેશો સાથે આયાત નિકાસ થઈ શકે એ માટે સાપ્તાહિક કાર્ગો જહાજ સેવાનો શુભારંભ થયો છે જે જહાજ પીપાવાવ આવી પહોચ્યું હતું. તેમાં જુદી જુદી ચીજોની આયાત નિકાસ થશે
આ અંગેની વિગતો આપતા પીપાવાવ પોર્ટ એપીએમ ટર્મિનલ્સના કોમ્યૂનિકેશન હેડ નુરજહા અરોરાએ જણાવ્યું કે, એપીએમ ટર્મિન્લસ પીપાવાવે ન્હાવા-શેવા,મુંદ્રા ગલ્ફ્ને જોડતી જહાજની નવી સાપ્તહિક સેવા મેળવી છે જે ભારતને ખાડી દેશો સાથે જોડશે. દુબઈના જબલઅલી પોર્ટ પરથી શરૂ થયેલી આ જહાજ TSS SHAMS 0009 પીપાવાવ પોર્ટ ખાતે તા પના આવી પહોચ્યું હતું. આ જહાજ દર સપ્તાહે જબલઅલી પોર્ટથી ન્હાવા શેવા, પીપાવાવ અને મુંદ્રા પોર્ટની સફર કરશે.
પીપાવાવ પોર્ટ ખાતે શરૂ થયેલી આ સેવાના કારણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, દિલ્હી જેવા રાજ્યોના નિકાસકારો તથા આયાતકારોને લાભ મળશે.
આ જહાજમાં સ્ક્રેપ. વેસ્ટપેપર, માટી, ખજૂર, કોલસો, સિરામીક ટાઈલ્સ સહિતની અનેકવિધ ચીજવસ્તુઓની આયાત નિકાસ થઈ શકશે.


comments powered by Disqus