પોરબંદર નજીકના દરિયામાંથી ૧૦ પાકિસ્તાની સાથેની બોટ ઝડપાઈ

Tuesday 11th January 2022 13:51 EST
 
 

પોરબંદર ઃ આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા નજીક કોસ્ટગાર્ડની અંકિત નામની શિપ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે ૮ જાન્યુઆરીની મોડી રાત્રે ભારતીય દરિયાઈ જળસીમામાં એક શંકાસ્પદ ફિશિંગ બોટ ઘુસી ગઈ હોવાનું આ પેટ્રોલિંગ શિપને ધ્યાને આવતા તાત્કાલિક ત્યાં પહોંચીને તપાસ કરાવતા તેઓની શંકા સાચી ઠરી હતી અને તે બોટ પાકિસ્તાની હોવાનું બહાર આવતા સુરક્ષા એજન્સી ચોંકી ઉઠી હતી. અંકિત શિપના સુરક્ષા એજન્સીના જવાનોએ આ બોટના ખલાસીઓની આગવી ઢબે પુછપરછ કરતા ૧૦ જેટલા પાકિસ્તાનીઓએ એવું ગાણું ગાયું હતું કે તેઓ પાકિસ્તાનથી ફિશિંગ કરવા નિકળ્યા હતા અને ભુલથી ભારતીય દરિયાઈ જળસીમામાં પહોંચી ગયા છે. તેથી સુરક્ષા એજન્સીના જવાઓને તેઓની વધુ પુછપરછ હાથ ધરતા તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનથી માછીમારી કરવા નિકળ્યા બાદ ભુલથી તેઓ અહીંયા પહોંચ્યા હતા. તેઓને ઘુસણખોરીનો કોઈ જ ઈરાદો નહીં હોવાનું જણાવ્યું હતું. બોટને પોરબંદર લવાયા બાદ જુદી-જુદી સુરક્ષા એજન્સીઓએ જોઈન્ટ ઈન્વેસ્ટીગેશન કર્યુ હતું. તેઓ ભુલથી જ અહીંયા ઘુસી ગયા છે કે પછી હકીકતમાં કોઈ ગુન્હાહીત પ્રવૃત્તિ માટે આવ્યા હતા? તે અંગેની આગળની પુછપરછ હાથ ધરવામાં આવશે.

મધદરિયે ધીંગાણુંઃ મહારાષ્ટ્રની બોટોએ નવાબંદરની બોટને ઘેરી લઇ તોડી નાંખી

નવીદિલ્હી-કોલકાતાઃ ઊનાના નવાબંદરના કૈલાસ હરીભાઈ સોલંકીની માલીકીની સાગર પૂજન નામની બોટ દરીયા કિનારેથી ૫૦ નોટીકલ માઈલ દૂર મધદરિયે ફિશીંગ કરી રહી હતી. ત્યારે અચાનક મહારાષ્ટ્રની સંખ્યા બંધ બોટોએ તેને ઘેરી લઈને આતંક મચાવ્યો હતો. આ બોટને પાણીમાં ડુબાડી દેવા પ્રયાસ કરી પાંચેય માછીમારોને પાઇપ અને ધોકાથી ઢોરમાર માર્યો હતો.

સલાયાનું ૧૦૦૦ ટનની ક્ષમતા ધરાવતું જહાજ ઇરાનના દરિયામાં ડૂબ્યુઃ ૧૦ ખલાસીનો આબાદ બચાવ
જામનગર-સલાયાઃ દેવભૂમિ દ્વરકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામનું ફેઝે તાઝુદ્દીન બાબા-૨ નામના જહાજે ઈરાનના દરિયામાં જળસમાધિ લીધી છે. ૧૦૦૦ ટનની ક્ષમતા ધરાવતું તાઝુદ્દીન બાબા-૨ નામનું જહાજ ખરાબ હવામાનને કારણે ઈરાન પાસેના દરિયાઈ વિસ્તારમાં ડૂબ્યું હતું. જોકે, સદનસીબે ૧૦ ખલાસીઓનો આબાદ બચાવ થયો છે.


comments powered by Disqus