બારડોલીમાં રૂ.૧૩ કરોડના ખર્ચે ક્રિકેટ સ્ટેડિયમ

Tuesday 11th January 2022 13:41 EST
 

બારડોલીઃ બોરડોલીમાં તલાવડીના મેદાનમાં અતિ આધુનિક સ્ટેડિયમ સાથેનું ક્રિકેટનું મેદાનની કામગીરી ચાલી રહી છે. જે આગામી ૩થી ૪ માસમાં પૂર્ણ થતાં, નગરજનોને કિંમતી સ્ટેડિયમની ભેટ મળશે. ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી રૂ. ૧૩ કરોડના ખર્ચે મેદાન સાથે સ્ટેડિયમ તૈયાર થઇ રહ્યું છે. મેદાનમાં લોન, સ્ટેડિયમ પાછળ, વાહનોની પાર્કિંગ સુવિધા, શૌચાલય, કેન્ટીન, ઓફિસ, ચેન્જિંગરૂમ, ઇલેક્ટ્રિક પેનલો, ફ્રૂડઝોન, ક્રોસિંગ સીટ એરિયા, મીડિયા સેન્ટર, સીટીંગ સ્ટેડિયમ પર રૂક કવર સહિતની આધુનિક સુવિધાઓ મળી રહેશે.


comments powered by Disqus