રાપર અને ભચાઉ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ : બાદરગઢમાં કરા પડયા

Tuesday 11th January 2022 13:48 EST
 

રાપરઃ રાપર અને ભચાઉ તાલુકાના ગામોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસ્યો હતો. રાપર તાલુકામાં ગાજવીજ સાથે મેઘરાજાએ જાણે ચોમાસા જેવી એન્ટ્રી કરી હતી. તાલુકાના બાદરગઢ ગામે વરસાદી કરા પડયા હતા. આ ઉપરાંત ખીરઈ, નીલપર તેમજ રાપરમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આજે વહેલી સવારે ઠંડીએ જોર પકડયું હતું અને હવામાન ચોખ્ખું થઈ ગયા બાદ બપોરના અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને કેટલાક ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જે વરસાદને લીધે પાણી વહી નીકળ્યા હતા, વરસાદી ઝાપટાં બાદ ઠંડીએ જોર પકડયું હતું. ખેતરોમાં ઊભા રવીપાકને નુકસાન થવાની સંભાવના ખેડૂતોએ વ્યક્ત કરી હતી. જિલ્લા મથક ભુજ ખાતે બે દિવસ માવઠા જેવો માહોલ રહ્યા બાદ સૂર્યનારાણની આવન જાવન ચાલુ રહેવા પામી હતી. 


comments powered by Disqus