દેવભૂમિ દ્વારકાઃ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ નીમા આચાર્ય જગતમંદિર ભગવાન શ્રીક્રુષ્ણની નગરી દ્વારકા પહોચ્યા હતા. તેમણે સહ પરિવાર સાથે દેવભૂમિ દ્વારકામાં ભગવાન દ્વારકાધીશની ધજા ચડાવવામાં આવી છે. સમસ્ત ગુજરાતીઓ માટે આવનારું વર્ષ મંગલમય રહે તેવી ઠાકોરજીને પ્રાર્થના કરી હતી. દ્વારકાધીશ જગત મંદિર ખાતે યાત્રાધામ વિકાસ બોર્ડના ચેરમેન અને ઓખા શહેર ભાજપ પ્રભારી રમેશભાઈ હેરમા, અગ્રણીઓ દ્વારા નીમાબહેન આચાર્યનું દ્વારકાધીશની છબી અર્પણકરી ઠાકોરજીનું ઉપરણું ઓઢાડી સન્મામિત કરાયા હતા. આચાર્ય પરિવાર દ્વારા દ્વાદશ જ્યોતિર્લિંગ નાગેશ્વર ધામની પણ સપરિવાર સાથે મુલાકાત લઈ નાગેશ મહાદેવના દર્શન, પૂજન અર્ચન કરી, રાજ્યના લોક કલ્યાણની પ્રાર્થના કરાઈ હતી.

