સોનાના વેપારીને ધોળા દિવસે છરી બતાવીને રૂ. દોઢ કરોડની લૂંટ

Tuesday 11th January 2022 13:39 EST
 

સુરતઃ શહેરના મહિધરપુરા કંસારા શેરીમાં આજે ધોળે દિવસે મોપેડ પર આવેલા ૩ જેટલા લુટારુએ ચહેરા ઉપર રૂમાલ બાંધીને આવી સોનાના વેપારી પાસેથી દોઢ કરોડથી વધુની લૂંટ ચલાવી હતી. લુટારુઓએ ચપ્પુ જેવા ઘાતક હથિયાર બતાવીને થેલો ઝૂંટવી લઈ ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે મહિધરપુરા પોલીસને જાણ થતા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં આવ્યા છે. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે બપોરે ગુરુવારે મહિધરપુરા કંસારા શેરીમાં સોના-ચાંદીના દાગીના ગાળવાનું કામ વેપારી શરદભાઈ લક્ષ્મણભાઈ પલોડને ત્રણ યુવક લુટારુઓ કે જેમણે ચહેરો દેખાય નહીં તેથી રૂમાલ બાંધીને આવીને ચપ્પુ જેવું તિક્ષ્ણ હથિયાર બતાવીને વેપારી પાસેથી રોકડા રૂ. ૧,૬૩,૪૮૦૦૦/- પૈસા ભરેલો થેલો પોતાના હાથમાંથી ઝૂંટવી લૂંટી લીધો હતો.


comments powered by Disqus