ચીખલીઃ ખેરગામના બહેજ ગામે ચીખલી વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના નામે ગવાયેલા ગગરબાને લઈને ચાલતા વિવાદમાં આજે સાંજના સમયે ખેરગામમાં બેઠકમાં જઈ રહેલા અનંત પટેલ પર હુમલો થા ખેરગામમાં વાતાવરણ તંગ બની ગયું હતું. ગામે ગામથી લોકોના મોટા ટોળી ઉમટી રહ્યા છે. નવસારી જિલ્લા પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.
થોડા દિવસ અગાઉ ખરેગામ નજીકઆવેલા બહેજ ગામે રૂપા ભવાની માતાના મંદિરે ગરબામાં અનંત પટેલના નામે ગવાયેલા ગરબાનો કેટલાક દિવસથી સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થતા જે બાબતે વિવાદ સર્જાયો હતો અને ત્યાર બાદ ધારાસભ્ય અનંતભાઈ પટેલ ખેરગામ બજારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખાભાઈ આહીર તેમજ અન્ય ઈસમો દ્વારા ધારાસભ્ય અનંત પટેલની ગાડી ઊભી રાખી આજે તને જીવતો ન જવા દઈએ એમ કહી સાગરિતો હુમલો કરતા અનંત પટેલને આંખ અને પાંપણના ભાગે ઈજા થઈ હતી. જે વાત વાયુવેગે ફેલાતા ચીખલી, ખેરગામ, વાંસદા પંથકમાં ફેલાતા ગામેગામથી અનંત પટેલના સમર્થકોના ટોળા ખેરગામ ખાતે ઊમટી પડ્યા છે અને જે ઘટનાના પગલે નવસારી જિલ્લા પોલીસનો કાફલો ખેરગામ ખાતે ધસી આવ્યો હતો.

