લંડનઃ ધ ભવન યુકેના નવા અધ્યક્ષ અને કાર્યકારી સમિતિએ શ્રી જોગિન્દર સેંગર પ્રત્યે પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને સન્માનિત કરવા માટે શુક્રવાર 14 ઓક્ટોબરના રોજ સમારંભનું આયોજન કર્યું છે. ધ ભવન લંડન, ધ ભવન, 4a કેસલટાઉન રોડ પર સાંજે 6.45 કલાકે આ કાર્યક્રમ શરૂ થશે. શ્રી જોગિન્દર સેંગરે 1993 થી 2011 સુધી ઉપાધ્યક્ષ તરીકે અને પછી 2011થી 2022 સુધી ભારતીય વિદ્યા ભવન, લંડનના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી છે.
70‘ના પાછલા દશકમાં ભવન સાથે જોડાયેલા અને 80‘ના દશકમાં એક્ઝિક્યુટિવ કમિટી સાથે સંકળાયેલા અમારા ચેરમેન શ્રી જોગિન્દર સેંગર ભવન્સના ભાવિ પથને માર્ગદર્શન આપવા નવા નેતા માટે સ્થાન મોકળું કરવા પોતાના પદ છોડી રહ્યા છે.
જોગિન્દરજી ભવનના પૂર્વ ચેરમેન શ્રી માણેક દલાલ OBEને પોતાના ગુરુ માનતા હતા અને દલાલજી અને માથુરજીના કારણે જ તેઓ ભારતીય વિદ્યા ભવન, લંડન સાથે જોડાયા હતા. તેમણે જ ભવનની નાણાકીય ખાધને સરભર કરવા ભંડોળ એકત્ર કરવાના હેતુસર વાર્ષિક દિવાળી બેન્ક્વેટની શરૂઆત કરાવી હતી જે 35 કરતાં વધુ વર્ષથી ચાલી રહ્યું છે.
દલાલજી હંમેશાં કહેતા કે તેમને જોગિન્દરજી ઘણા ગમે છે કારણ કે તેઓ સંપૂર્ણ વફાદાર છે અને તેમને સોંપાયેલી જવાબદારી હંમેશા પૂર્ણ કરશે. તેઓ લંડનમાં સૌથી આદરપાત્ર બિઝનેસ વ્યક્તિત્વોમાં એક છે અને બિનવિવાદાસ્પદ હોવાથી ધ ભવનને ભારે ફાયદો થયો છે. દલાલજી 2011માં નિવૃત્ત થવા સાથે જોગિન્દરજીએ તેમનું સ્થાન સંભાળ્યું હતું અને 11 વર્ષ સુધી તેના ચેરમેન રહ્યા છે. ધ ભવનના વાઈસ ચેરમેન અને ચેરમેન તરીકે તેમના કાર્યકાળમાં ધ ભવને કળા અને સંસ્કૃતિના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ સર કરી છે.
તેઓ પ્રામાણિકપણે માને છે ક આપણા સાંસ્કૃતિક આંદોલનના ભવિષ્ય સમાન બાળકો માટે આપણી સંસ્કૃતિનો અભ્યાસ-શિક્ષણ આપણે સુલભ કરવો જોઈએ. જોગિન્દરજીની સરળતા અને તેમના સુધી પહોંચી શકવાની સુલભતાએ લંડન અને આસપાસની કોમ્યુનિટીમાં લોકપ્રિય વ્યક્તિ
બનાવ્યા હતા.
તેમની ઉદારતા અને બધા સારા અને યોગ્ય ઉદ્દેશોના કાર્યો માટે મદદરૂપ સ્વભાવ માટે તેઓ
જાણીતા છે.

