ગાંધીનગરઃ બે-ત્રણ દિવસથી ગુજરાતના વિવિધ ક્ષેત્રોમાં વરસાદને કારણે ખેતરોમાં ઊભા તલ, મગ, મઠ, મકાઈ, મગફળી, બાજરી કપાસ સહિતના અનેક ખરીફ પાકોમાં નુકસાન થયું છે. માત્ર તૈયાર થવાને આરેઆવેલા પાકો જ નહિ, નવરાત્રિમાં વાઢીને ખળામાં પાથરેલા પાકો પણ પલળતા અનેક ગામડાઓમાં દિવાળી પહેલાં જ હોળી જેવો માહોલ સર્જાયો છે. અચાનક વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં અને તેમાંય અરવલ્લીસ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર જેવા જિલ્લાઓમાં ખળામાં સુકવવા મુકેલા પાકને બચાવવા ખેડૂતોને ટાઢપતરીો શોધવા દોડધામ કરવી પડી હતી. સૌરાષ્ટ્રમાં પણ મગફળીનો પાક પલળતા તેની ગુણવત્તા અને જીવાતનો ભય ઊભો થયો છે. આ વર્ષે પહેલા ભારે વરસાદને કારણે બિયારણ શુદ્ધા બાત્તલ ગય હતું. બીજી વખતના વાવેતરમાં પાક તૈયાર થયો ત્યાં આકાશી આફત ઉતરતા ખેડૂતોમાં નિરાશાનું વાતાવરણ ઊભું થયું છે.
12 જિલ્લામાં થયેલા પાક નુકસાન સહાય બે મહિનાથી અનિર્ણિત છે!
ખરીફ વાવેતરમાં પાકવીમા યોજનાને સ્થાને ગુજરાત સરકારે નવી યોજના જાહેર કરતા ખેડૂતોને અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદને પગલે થતા પાક નુકસાનમાં સહાયના ફાંફા પડી રહ્યા છે તેવામાં ચોમાસાના આરંભે ભારે વરસાદને કારણે 12 જિલ્લાના જે 3721 ગામોમાં વાવેતર નિષ્ફળ ગયું હતું ત્યાં સર્વેક્ષણ પૂર્ણ થયાના બે મહિના પચી પણ ખેડૂતોને સહાય મળી નથી. જેના કારણે ખેડૂતોમાં પહેલાથી જ રોષ છે. તેવામાં બીજી વખતના વાવેતરમાં પણ સરકાર સહાય ચૂકવશે કે કેમ? તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.

