નવરાત્રીના નવ દિવસમાં અંબાજી મંદિર રૂ.1.48 કરોડની રોકડ આવક

Tuesday 11th October 2022 17:02 EDT
 
 

અંબાજી: નવલા નોરતાના આરાધના પર્વે શક્તિધામ અંબાજી સેંકડો શ્રદ્ધાળુઓથી ઉભરાયું હતું. માં અંબાના દર્શનાર્થે આવેલા ભક્તોએ માં અંબાના ભંડારને પણ અધધ કહી શકાય તેમ રોકડ રકમ સહિત સોના, ચાંદીથી ઉભરાવી દિધો હતો. મંદિર સૂત્રો દ્વારા નવ દિવસ દરમિયાન ભંડારામાં 1.48 કરોડ રોકડ સહિત 1020 ગ્રામ સોનું અને 2625 ગ્રામ ચાંદીની આવક મંદિર ટ્રસ્ટને થવા પામી છે.

શક્તિ આરાધના પર્વ નવરાત્રીના મહા પર્વે યાત્રાધામ અંબાજી નવ દિવસ દરમિયાન સેંકડો શક્તિ ઉપાસકોથી ઉભરાયું હતું. તો બીજી તરફ માં અંબાના ચરણ પખાળવા આવેલા માઈ ભક્તોએ પણ યથાશક્તિ અને ભારે શ્રદ્ધા સાથે માતાજીના સુવર્ણ શિખર સહીત માતાજીના સોના-ચાંદીના અલંકારો અને રોકડ ભેટ ધરી માતાજીના ભંડારને છલકાવી દિધો હતો.


comments powered by Disqus