પાર્ટીના નેતાઓએ મને કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી લડવા માટે મજબૂર કર્યોઃ ખડગે

Tuesday 11th October 2022 16:51 EDT
 
 

ગાંધીનગર: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણીના ઉમેદવાર અને રાજ્યસભાના સાંસદ મલ્લિકાર્જૂન ખડગે અમદાવાદમાં આવ્યા છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીના ડેલિગેટ્સને સંબોધન કર્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, કાર્યકરો અને મોટા નેતાઓએ મને ચૂંટણી લડવા માટે મજબૂર કર્યો છે. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે, ભાજપમાં દોઢ લોકો મળીને પાર્ટીના અધ્યક્ષને પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી માટે ગુજરાતના 409 સહિત 9300 ડેલિગેટ્સ મતદાર છે.

ખડગેએ કહ્યુંં હતું કે, આ ચૂંટણી પક્ષની આંતરિક ચૂંટણી છે, ઘરની અંદરની ચૂંટણી છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ ચૂંટણી લડવાની મનાઇ કરી હતી. આવા સંજોગોમાં મારી પાસે કેટલાક નેતાઓ આવ્યા અને મને કહ્યું કે, તમારે ચૂંટણી લડવાની છે. તમારે અમારી લડાઇ લડવાની છે. આથી હું રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી લડું છું. આ દરમિયાન તેમણે પોતાની કારકિર્દીના અલગ અલગ પડાવ અંગે ચર્ચા કરી હતી.તે સાથે તેમણે ભાજપના નેતાઓ પર આડકતરા પ્રહાર કર્યા હતા.


comments powered by Disqus