અમદાવાદઃ શહેરના સૌથી મોટા 60 ફૂટના રાવણના પૂતળાનું દહન ભાડજના હરે કૃષ્ણ મંદિરમાં કરવામાં આવ્યું. આ રાવણનું પૂતળું બનાવવા માટે દિલ્હીથી 10 લોકોની ટીમ બોલાવવામાં આવી હતી. ત્રણેય પૂતળાંમાં અંદાજિત 1 લાખની કિંમતના ફટાકડા ભરવામાં આવ્યા હતા. રાવણદહન બાદ રામલીલાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 20 હજારથી વધુ લોકોએ આ રાવણદહન કાર્યક્રમ જોયો હતો. આ સાથે મંદિરમાં પ્રભુજીને વિશેષ અલંકારનો શણગાર કરાયો હતો.

