અમદાવાદઃ દિવાળીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે દિવાળી માટેની તૈયારીઓ બજારમાં જોવા મળી રહી છે. દિવાળીના તહેવારની ઉજવણીમાં એક એવું કામ જેમાં મુસ્લિમ સમુદાય હિન્દુ વેપારીઓની કમાણીમાં બરકતનું નિમિત બને છે. દિવાળીએ વેપારીઓ શાસ્ત્રોક્ત વિધિ સાથે ચોપડા પૂજન કરતા હોય છે. વેપારીઓના વેપારમાં હિસાબી નોંધ માટે આધુનિક યુગમાં કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આ સાથે દિવાળીના સમયે વેપારીઓ હિસાબી ચોપડાની વિશેષ પૂજા કરતાં હોય છે. વર્ષોથી મુસ્લિમ સમુદાયના કારીગરો ચોપડા બનાવવાની કામગીરી કોમી એકતાના પ્રતિક સમાન બની જાય છે.
દિવાળી નજીક આવતા જ બજારોમાં ખરીદદારોની ભીડ જામે છે. પણ તેમાંય અમદાવાદના ચોપડા બજારનું દૃશ્ય કંઈક અલગ જ હોય છે. જ્યાં વેપારીઓની રોજી માટે રોજમેળ, ખાતવહી જેવા હિસાબી ચોપડા તૈયાર કરાય છે. આ ચોપડા તૈયાર કરવાનું કામ મુસ્લિમ કારીગરો કરે છે. અમદાવાદમાં રહેતાં કેટલાક મુસ્લિમ સમુદાયના લોકો વેપારીઓના હિસાબી ચોપડાઓ વર્ષોથી બનાવતા આવી રહ્યા છે. જેમાંથી કેટલાક મુસ્લિમ કારીગરોની આ કામગીરી પેઢીઓથી ચાલતી આવી રહી છે. હિસાબી ચોપડાઓ બાંધીને બનાવવામાં આવતા હોય છે અને વર્ષોથી આ પ્રકારે ચોપડા બનાવી રહ્યા છે અને હિન્દુ વેપારીઓની બરકત માટે નિમિત્ત બને છે.
મુસ્લિમ કારીગરોની હિસાબી ચોપડાની બનાવટ કોમી એકતાની સુવાસઃ વેપારી
હિસાબી ચોપડાનું વેચાણ કરનાર વેપારીના જણાવ્યાનુસાર વર્ષોથી ચોપડા બાવવામાં મુસ્લિમ કારીગરોની ચોપડા બાંધવાની હાથની કારીગરી છે. જે ચોપડા હિન્દુ વેપારીઓ પોતાના વેપારધંધામાં ઉપયોગમાં લે છે અને તે મુસ્લિમ કારીગરો બનાવતા તે કોમી એકતાનું પ્રતીક છે. વર્ષોથી હિન્દુ વેપારીઓના વેપારધંધાના હિસાબી ચોપડા તૈયાર કરતા મુસ્લિમ કારીગરોને પલે કોમી એકતાની સુવાસ આ હિસાબી ચોપડાની બનાવટ અને તેના પૂજનમાં જોવા મળી રહી છે.
છ માસ પહેલાંથી ચોપડા બનાવવાનું શરૂઃ કારીગરો
ચોપડા બનાવનાર કારીગરે જણાવ્યું હતું કે, કાદી બજારમાં પેઢીથી ચાલી આવતા ધંધામાં સંકળાયેલા છીએ. વેપારીઓના ધંધા માટેના ચોપડા તૈયાર કરીએ છીે. દિવાળીના તહેવા સમયે મુહૂર્ત હોય તે પ્રમાણે હિન્દુ ભાઈઓ તેનું પૂજન કરે છે. વેપારીઓે કામમાં આવતા રોજમેળ, રુઘરાણીબક, ખાતાવહી જેવા હિસાબી ચોપડા દોરીથી બાંધીને બનાવીએ છીએ. જેથી દિવાળીથી છ મહિના પહેલાંથી જ આ પ્રકારે ચોપડા બાંધવાની કામગીરી શરૂ કરી દઈએ છીએ. વધુમાં જણાવ્યું હતું કે, ચોપડાના કાગળને શળ પાડવાના, પુઠા બનાવવાના હોવાથી એક ચોપડો બાંધતા એક કલાક જેટલો સમય લાગતો હોય છે.

