અમદાવાદઃ બરાબર 8 દિવસ અગાઉ શરૂ કરાયેલી હાઈસ્પીડ ટ્રેન ‘વંદે ભારત એક્સપ્રેસ’ તેની ઝડપ-વિશિષ્ટતા કરતાં હાલમાં તેની સાથે થતાં અકસ્માતને કારણે વધારે ચર્ચામાં છે. વંદે ભારત એક્સપ્રેસ સાથે હવે સતત બીજા દિવસે ઢોર અથડાવવાની ઘટના બની હતી. કણજરી-બોરીયાવી ટ્રેક વચ્ચે આ ટ્રેન પહોંચી ત્યારે તેની સાથે ગાય અથડાઈ હતી. અકસ્માત બાદ ટ્રેનને 10 મિનિટ માટે અટકાવી દેવાઈ હતી. આ અકસ્માતમાં ટ્રેનના આગળના ભાગમાં ગોબો પડ્યો હતો. ટ્રેનની ટક્કર ગાય સાથે થયાની જાણ થતાં મુસાફરોનો જીવ અદ્ધર થઈ ગયો હતો.

