ગાંધીનગરઃ નીતિ આયોગે જે 6 માપદંડ નક્કી કરેલા તેમાં સરકારી વીજ વિતરણ કંપનીઓ યાને ડિસ્કોમનું પર્ફોમન્સ, સસ્તી પોષણક્ષણ ભરોસાપાત્ર વીજળી, ક્લી ઊર્જા માટની પહેલા, વીજળીની કાર્યક્ષમતા પર્યાવરણની જાળવી, નવી પહેલનો સમાવેશ થતો હતો. ડિસ્કોમના પર્ફોર્મન્સની બાબતમાં ગુજરાતે 72.7નો સ્કોર કર્યો છે. પણ આ બાબતમાં પંજાબ 77.1ના સ્કોર સાથે ડોપ ઉપર છે. સસ્તી પોષણક્ષમતા ભરોસાપાત્ર વીજળીની બાબતમાં ગુજરાતે 5.4નો સ્કોર કર્યો છે. જ્યારે આ બાબતમાં કરેળ, 67.3 તેલંગણા 60.4 ઓડિસા 57.4, હિમાચલપ્રદેશ 56.3ના ઉત્તરાખંડ 55.3 અને હરિયાણા 53.6 સ્કોરથી ગુજરાતના કરતા આગળ છે. સ્વચ્છ ઊર્જા પહેલની બાબતમાં ગુજરાતે 39.2નો સ્કોર કર્યો છે. જ્યારે આ બાબતમાં 42.9ના સ્કોર સાથે હરિયાણા પ્રથમ રહ્યું છે. ઊર્જા કાર્યક્ષમતાની બાબતમાં ગુજરાતે 40.1નો સ્કોર કર્યો છે, પણ આ બાબતમાં તામિલનાડુ 85.4, મહારાષ્ટ્ર 75.7 કેરળ 58 અને ઉત્તરાખંડ 5.05 ના સ્કોર સાથે ગુજરાત કરતાં ઘણાં આગળ છે. પર્યાવરણની જાળવણીની બાબતમાં ગુજરાતે 35.1નો સ્કોર કર્યો છે. જ્યારે આ બાબતમાં હિમાચલપ્રદેશના 52.1, કેરળ, 46.9, ઉત્તરાખંડ, 487, કર્ણાટક, 41.7 આસામા 39.9, તામિલનાડુ 39.2, પશ્ચિમ બંગાળ 40.9, મહારાષ્ટ્ર 36.2 અને પંજાબ 37ના સ્કોર સાથે ગુજરાત કરતાં આગળ છે. નવી પહેલની બાબતમાં ગુજરાતે 5.5નો સ્કોર કર્યો છે. જ્યારે આ કેટેગરીમાં આસામ 17.6, હિમાચલ પ્રદેશ, 38.1ના સ્કોર સાથે ગુજરાત કરતાં બહું આગળ છે. નાના રાજ્યોના લિસ્ટ ગોવા 51.4ના ઓવરઓલ સ્કોર સાથે પ્રથમ ક્રમે આવ્યું છે.
