હાલોલ: પાવાગઢમાં ચૈત્રી નવરાત્રિની આઠમના દિવસની આગલી રાતથી જ માનવ મહેરામણે ડુંગર તરફ પ્રયાણ કર્યું હતું. જય માતાજીનાં ઘોષથી ડુંગર ગુંજી ઊઠ્યો હતો. યાત્રાળુઓના દર્શન માટે ટ્રસ્ટ દ્વારા રાત્રે ત્રણ કલાકે મંદિરના નીજ દ્વારા ખુલ્લા મુકાતા સવારના 7 વાગ્યા સુધીમાં 60 હજાર કરતાં વધારે યાત્રાળુઓએ દર્શન કર્યા હોવાનું મંદિર દ્વારા જણાવાયું છે. નવીન મંદિરનું પરિસર વિશાળ બની જતાં યાત્રાળુઓને દર્શન માટે સુવિધા રહી હતી. મોડી સાંજે સુધી 1 લાખ ઉપરાંત યાત્રાળુઓએ માતાનાં ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી.

