પ્રેમિકાના પરિવારે પ્રેમીને વીજથાંભલે બાંધીને માર માર્યો

Tuesday 12th April 2022 16:48 EDT
 

ગોધરા: ગોધરા નજીકના એક ગામમાં રહેતી યુવતીને શહેરા પંથકના યુવક સાથે કથિત પ્રેમ સંબંધો બંધાતા એકબીજા સાથે સંપર્કમાં આવી વાતચીત કરતાં હતાં. દરમિયાન યુવતીએ 7 એપ્રિલની રાત્રે યુવક સાથે ટેલિફેનિક સંપર્ક કરી મળવા માટે ગામમાં બોલાવ્યો હતો.જેથી યુવક તેના બે સાથી મિત્રોને સાથે બાઈક લઈ મોડી રાત્રે યુવતીના ગામમાં આવી પહોંચ્યો હતો. દરમિયાન યુવતીના સ્વજનોએ યુવકને પાઠ ભણાવા યુવક અને તેના બે સાથીઓને પકડી રાત્રી દરમિયાન ઘરમાં પૂરી દીધા હતા અને બીજા દિવસે ત્રણેયને વીજ પોલ સાથે દોરડા વડે બાંધી દઈ માર માર્યા હતો. દરમિયાન ગામના કેટલાક અગ્રણીઓએ મધ્યસ્થી બની યુવકોને નહિ મારવાની સમજાવટ કરી મુક્ત કરાવ્યા હતાં. આ ઘટના કોઈ ઉપસ્થિતિએ મોબાઈલના કેમેરામાં કંડારી લીધા બાદ વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યા હતા જેથી પોલીસ એક્શનમાં આવી ગઇ હતી અને યુવકોને ગોંધી રાખી મારવા મુદ્દે પાંચ આરોપીઓ સામે ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


comments powered by Disqus