ભાવનગર: ભાવનગરની 15 વર્ષી તરૂણીને લાલચ આપી કારમાં બેસાડી તેના પર ગેંગરેપ ગુજારવાના કેસમાં ત્રણ હવસખોરોને ઝડપી 24 કલાકમાં જ ચાર્જશીટ ફ્રેમ દાખલ કરી હતી. ભાવનગરની સ્પે. પોક્સો કોર્ટે 52માં દિવસે તમામ ત્રણેય હવસખોરને તકસીરવાન ઠેરવી ત્રણેયને જીવનના અંતિમ શ્વાસ સુધી કારાવાસની સખ્ત કેદ ફરમાવી છે. જ્યારે ભોગગ્રસ્તને વળતર પેટે રૂ.6 લાખ ચૂકવવા પણ કોર્ટે હુકમ કર્યો છે. સમગ્ર રાજ્યમાં અને સંભવત દેશમાં આ પ્રથમ બનાવ હસે જેમાં ગેંગરેપ અને પોક્સોના ગુન્હામાં 52 દિવસમાં આરોપીને સજા ફરમાવવામાં આવી હોય
ગત તા. 11 ફેબ્રુઆરીએ ભાવનગર જિલ્લાની અલંગ પોલસીને પેટ્રોલિંગ દરમિયાન ભાવનગર-તળાજા હાઈ વે પર ત્રાપજ કારમાંથી 15 વર્ષની તરૂણી સાથે મનસુખ સોલંકી, સંજય મકવાણા અને મુસ્તુફા શેખે પૈસાની લાલચ આપી તરૂણીનું અપહરણ કરી લઈ જઈ તેની સાથે ગેંગ રેપ આચર્યું હતું. પોલીસે 24 કલાકના ટૂંકાગાળામાં તમામ આધાર પુરાવા સાથે ત્રણેય હવસખોરોને ભાવનગરની સ્પે. પોક્સો કોર્ટમાં રજૂ કરીને જેલહવાલે કર્યા હતા.
