મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીતસિંહ પરીક્ષામાં મોબાઇલ સાથે પકડાયા

Tuesday 12th April 2022 16:41 EDT
 
 

આણંદઃ વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષાઓ અંતર્ગત આણંદના નવા બસ મથક નજીક આવેલ પી.એમ. પટેલ કોલેજમાં પરીક્ષા કેન્દ્રમાં મહુધાના એમએલએ ઈન્દ્રજીતસિંહ પરમાર એમ.એ. વિષયની પરીક્ષા  આપી રહ્યા હોઈ તેઓ પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવા આવ્યા હતા. પરીક્ષા દરમિયાન બોરસદની એક કોલેજના નિરીક્ષકે મહુધાના ધારાસભ્યને ગેરરીતી કરતા ઝડપી પાડ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડયું છે. જો કે નિરીક્ષક દ્વારા કોપી કેસ કરવામાં આવે તે પૂર્વે રાજકીય દબાણ કરવામાં આવ્યું હોવાની પણ ચર્ચાઓ જાગી છે. કોંગ્રેસના એમએલએ એ ભૂલથી મોબાઈલ પોકેટમાં રહી ગયાનું રટણ કર્યું હતું.


comments powered by Disqus