• ઝારખંડમાં દેવઘર ત્રિકૂટ રોપવે દુર્ઘટના ત્રણનાં મોતઃ ઝારખંડનાં દેવઘરમાં ત્રિકૂટ પર્વત પર રોપવે દુર્ઘટના સર્જાઈ છે જેમાં તાર પર લટકતી બે ટ્રોલીઓ હવામાં જ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેને પરિણામે બીજી કેટલીક ટ્રોલીઓ પણ હવામાં જ લટકવા લાગી હતી. દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મોત થયા છે. આર્મી દ્વારા બે હેલિકોપ્ટર્સની મદદથી યુદ્ધનાં ધોરણે બચાવ કામગીરી હાથ ધરીને 27થી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. હજી 21થી વધુ લોકોને બચાવવા આર્મી, એરફોર્સ, ITBT, NDRF દ્વારા સતત પ્રયાસો કરાઈ રહ્યા છે. બચાવ કામગીરીમાં તેજ હવા તેમજ રોપવેના તાર અવરોધક બની રહ્યા છે. ઘટનાનાં કારણોની તપાસ કરાઈ રહી છે. પ્રાથમિક અહેવાલો મુજબ યાંત્રિક ખામીને કારણે દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.
• નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછઃ EDએ (Enforcement Directorate) સોમવારે નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેની પૂછપરછ કરી હતી. EDએ તેમને નોટિસ મોકલીને હાજર રહેવા જણાવ્યું હતું. સોમવારે સવારે 11 વાગ્યે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ED ઓફિસ પહોંચ્યા હતા. આ કેસમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આરોપી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ નેશનલ હેરાલ્ડ કેસમાં કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહ્યું છે.
• 2019માં થયેલા પુલવામા હુમલામાં સામેલ આલમગીર આતંકી જાહેરઃ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 2019માં સૈન્ય પર થયેલા આતંકી હુમલામાં સામેલ મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીરને કેન્દ્ર સરકાર દ્વારા આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. આ આતંકી હુમલામાં સૈન્યના 40 જવાન શહીદ થયા હતા. હુમલાઓમાં સામેલ આતંકીઓમાં પાકિસ્તાનના વતની મોહિઉદ્દીનનો પણ
હાથ હતો.
• કુતુબમિનાર વિષ્ણુ સ્તંભ છે, હિંદુઓને મિનારમાં પૂજા કરવા દો-વીએચપીઃ વિશ્વ હિંદુ પરિષદે દાવો કર્યો છે કે કુતુબમિનાર પહેલાં વિષ્ણુ સ્તંભ હતો. 27 જેટલા હિંદુ અને મંદિરો તોડીને તે સામગ્રીમાંથી મિનારનું નિર્માણ થયું છે. હિંદુ સમુદાયને પરેશાન કરવા મિનારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વિહિપના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે સંગઠન માગણી કરે છે કે તે તમામ 27 મંદિરોનું પુનઃ નિર્માણ કરવામાં આવે જેને તોડી પાડવામાં આવ્યા હતા. તે ઉપરાંત હિંદુઓને કુતુબમિનારમાં પૂજા કરવાની મંજૂરી આપવામાં આવે.
• શ્રીનગરમાં સર્જાયેલી અથડામણમાં તોયબા સંગઠનના બે પાકિસ્તાની ત્રાસવાદી ઠારઃ શ્રીનગર ખાતે રવિવારે સર્જાયેલી અથડામણમાં તાજેતરમાં શહેરમા સઆરપીએફ છાવણી પર થયેલા હુમલામાં સંડોવણી ધરાવતા લશ્કર એ તૈયબાના બે પાકિસ્તાની ત્રાસવાદી ઠાર મારવામાં આવ્યા હતા. અથડામણમાં સુરક્ષા દળોના ત્રણ જવાનોને પણ ઇજા પહોંચી હતી. પોલીસે જણાવ્યું કે હજી પણ શકમંદોને શોધવા સર્ચ ઓપરેશન આગળ વધારાશે.
• કોવિશીલ્ડની કિંમત રૂ. 600થી રૂ. 225 અને કોવેક્સિન
રૂ. 1200થી રૂ. 225 કરાઈઃ કેન્દરના આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારથી બૂસ્ટ ડોઝની ઝુંબશ શરૂ કરવામાં આવી છે. 18 વર્ષથી મોટી ઉંમરનાં તમામ લોકો પ્રાઇવેટ વેક્સિનેશન સેન્ટર પરથી બૂસ્ટર ડોઝ લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિશીલ્ડ વેક્સિન બનાવતી કંપની સીરમ દ્વારા બૂસ્ટર ડોઝ માટે તેની કિંમત રૂ. 600થી ઘટાડને રૂ. 225 કરવાની જાહેરાત કરાઈ છે. આ રીતે કોવેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેક દ્વારા તેની વેક્સિનની કિંમત રૂ. 1200થી ઘટાડીને રૂ. 225 કરવાની ઘોષણા કરાી છે. અત્યાર સુધીમાં 2.4 કરોડ લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. અત્યાર સુધીમાં દેશમાં 83.3 ટકા લોકોએ કોવિશીલ્ટના ડોઝ લીધા છે અને 16 ટકાએ કોવેક્સિનના ડોઝ લાધા છે.
• મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝનો પુત્ર પણ આતંકી જાહેરઃ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઇદના પુત્ર હાફિ તલ્હા સઇદને ભારત સરકાર દ્વારા આતંકી જાહેર કરવામાં આવ્યો છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જારી નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું કે હાફિઝ સઇદનો પુત્ર હાફિઝ તલ્હા સઇદ પણ આતંકવાદી પ્રવૃત્તિમાં સામેલ છે. તેણે ભારતમાં હુમલા થયા તેમાં આતંકીઓને મદદ કરી હતી. સાથે જ તેમણે આતંકી સંગઠન લશ્કરે તોયબા માટે ફન્ડિંગ જેવા પણ ગેરકાયદે કામ કર્યા છે. પાકિસ્તાનમાં સ્થિત લશ્કરે તોયબાના આતંકી કેમ્પોમાં પણ તે અનેક વખત જોવા મળ્યો છે. હાફિઝનો 46 વર્ષીય પુત્ર પિતાના આતંકવાદના રસ્તે જ ચાલી રહ્યો છે. સાથે જ તે ભારત, અમેરિકા, ઈઝરાયેલ જેવા દેશોમાં જેહાદના નામે આતંકવાદ ફેલાવી રહ્યો છે. અનેક આતંકી પ્રવૃત્તિમાં સામેલ હોવાથી તેને આતંકી જાહેર કરાયો છે.
• રશિયા સસ્તા શસ્ત્રો માટે સંયુક્ત સાહસ માટે ઉત્સુક હોય છેઃ ભારતે અમેરિકાને આપ્યો જવાબઃ ભારતે અમેરિકાના તે વાત સમજાવવા પ્રયાસ કર્યો છે કે ભારત માટે રશિયન શસ્ત્રોના વિકલ્પો ખૂબજ મોંઘા છે. રશિયાએ યૂક્રેન પરઆક્રમણ કરી દીધા પછી ભારતઅને અમેરિકા વચ્ચે થતી રહેલી વાતચીત વિશે જાણકારી ધરાવતા સૂત્રોના જણાવ્યા મુજબ ભારતે અમેરિકી નાયબ વિદેશપ્રધાન વિક્ટોરિયા નુલાંદને રશિયાના શસ્ત્રોના અન્ય વિકલ્પો નબળા હોવાને મુદ્દે વાકેફ કર્યા હતા. ભારતે તેમને જણાવ્યું હતું કે રશિયન શસ્ત્રો સસ્તા હોય છે એટલું જ નહીં પણ રશિયન કંપનીઓ ભારતીય કંપનીઓ સંયુક્ત સાહસો માટે પણ ઉત્સુક હોય છે.
• સરકાર ઇચ્છે તો એનજીઓને વિદેશથી મળતા દાન પર પ્રતિબંધ મૂકી શકેઃ સુપ્રીમઃ સુપ્રીમ કોર્ટે એફસીઆરએ એટલે કે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટમાં ૨૦૨૦માં કરવાાં આવેલા ફેરફારને યોગ્ય ઠેરવ્યા છે. આ ફેરફારમાં વિદેશથી આર્થિક દાન મેળવતી સંસ્થાઓ માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે કે તે સ્ટેટ બેંકની નવી દિલ્હી શાખામાં જ પોતાનું પ્રાથમિક એફસીઆરએ એકાઉન્ટ ખોલાવે. આ ઉપરાંત વિદેશી ભંડોળને ખર્ચ કરવા અંગે પણ નવા નિયમ બનાવવામાં આવ્યા છે. 132પાનાના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે વિદેશથી દાન મેળવવું કોઇ અધિકાર નથી અને તેથી જ સરકાર ઇચ્છે તો એનજીઓના વિદેશી દાન મેળવવા પર રોક લગાવી શકે છે.
• દેશના રાજકીય પક્ષોને પાંચ કંપનીઓ દ્વારા સૌથી વધુ ડોનેશન આપવામાં આવ્યુંઃ દેશના રાજકીય પક્ષોને પાંચ કંપનીઓ દ્વારા સૌથી વધુ ડોનેશન આપવામાં આવ્યું છે. જેમાં પ્રૂડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ સૌથી મોખરે છે. એસોસિએશન પોર ડોમોક્રેટિક રિફોર્મ્સની વિગતો મુજબ 2019-20માં પ્રૂડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ દ્વારા સૌથી વધુ ડોનેશન અપાયું હતું. આ પછી આઈટીસી લિમિટેડ, જનકલ્યાણ ઇલેક્ટોરલ ટ્રસ્ટ, બી જી શિરકે કન્સ્ટ્રક્શન તેમજ પંચશીલ કોર્પોરેટ પાર્ક પ્રા. લિ.નો સમાવેશ થાય છે. 2018-19માં પ્રૂડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ બીજા નંબરે હતં. તે વર્ષે તાતા ગ્રૂપ સાથે જોડાયેલું ટ્રસ્ટ પ્રોગ્રેસિવ ઇલેક્ટ્રોલ ટ્રસ્ટ પહેલાં ક્રમે હતું. કોર્પોરેટ ડોનેશન મેળવવામાં ભાજપ સૌથી મોખરે છે. કેન્દ્ર તેમજ અનેક રાજ્યોમાં હાલ તેની સરકાર છે.
• કોરોનાના XE, કપ્પા વેરિએન્ટનો ભારતમાં પેસારોઃ કોરોનાએ ફરીવાર ટેન્શન વધાર્યુ છે. કોરોનાના નવા વેરિઅન્ટ XE અને કપ્પાનો ભારતમાં પેસારો થયો છે. દેશમાં XE વેરિઅન્ટનો આ પહેલો કેસ છે. જીનોમ સિક્વન્સિંગ દરમિયાન કુલ 376 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યુ હતું. જે પૈકી 230 સેમ્પલ એકલા મુંબઇના હતા. જીનોમ સિક્વન્સિંગ પરીક્ષણની આ 11મી બેચ હતી. 230 પૈકી 228 સેમ્પલમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યો હતો. જ્યારે બાકીના બે સેમ્પલમાં એક સેમ્પલ કપ્પા અને એક XE વેરિન્ટનો મળી આવ્યો હતો. કોરોના વાઇરસનો XE સ્ટ્રેઇન સૌ પહેલા બ્રિટનમાં મળી આવ્યો હતો. બ્રિટનમાં 19 જાન્યુઆરીના રોજ પહેલા આ વેરિઅન્ટ વિશે માહિતી સામે આવી હતી. જે બાદ અત્યાર સુધીમાં બ્રિટનમાં XE વેરિઅન્ટના 600 કરતા વધારે કેસ સામે આવી ચુક્યા છે. બ્રિટનની આરોગ્ય સુરક્ષા એજન્સીના મુખ્ય મેડિકલ સલાહકાર સુઝૈન હોપકિન્સના જણાવ્યા પ્રમાણે, હજુ સુધી આ વેરિઅન્ટની સંક્રામકતા, તેની ગંભીરતા અથવા તેની વિરુદ્ધ કોવિડ-19 રસીની અસરકારકતા અંગે નિષ્કર્ષ કાઢવા માટે પૂરતા પુરાવા નથી.
• પરિવારવાદ પાર્ટીઓએ દેશના યુવાનોને ક્યારેય આગળ આવવા નથી દીધા-મોદીઃ ભારતીય જનતા પાર્ટીના 42માં સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટી કાર્યકોરને સંબોધન કરતા પાર્ટીની સિદ્ધિઓ ગણાવવાની સાથે જ વિપક્ષ પર પણ આકરા પ્રહાર કર્યા હતા. પીએમએ વોટ બેન્કથી માંડીને પરિવારવાદની રાજનીતિ મુદ્દે વિપક્ષ પર હુમલો કર્યો હતો. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હું દેશ અને દુનિયાભરમાં ફેલાયેલા ભાજપના દરેક સભ્યને ખૂબખૂબ શુભકામના આપું છું. કાશ્મીરથી કન્યાકુમારી, કચ્છથી કોહિમા સુધી ભાજપ એક ભારત, શ્રેષ્ઠ ભારતના સંકલ્પને સતત સશક્ત કરી રહ્યું છે. વડાપ્રધાને કહ્યું હતું કે પરિવારવાદી પાર્ટીઓએ દેશના યુવાનોને ક્યારેય આગળ વધવા નથી દીધા, તેની સાથે હંમેશાં વિશ્વાસઘાત કર્યો છે. આજે આપણને ગર્વ હોવો જોઈએ કે આજે ભાજપ જ એકમાત્ર પાર્ટી છે કે આ પડકારને દેશથી સજાગ કરી રહી છે. દેશના યુવાઓ હવે સમજવા લાગ્યા છે કે કઈ રીતે પરિવારવાદીઓ લોકશાહીના સૌથી મોટા શત્રુ છે. લોકશાહી સાથે રતમ કરનારી આ પાર્ટીઓ, બંધારણ અને બંધારણીય વ્યવસ્થાઓને કંઈ ગણતા નથી.
