હિંમતનગર, ખભાંત: સમગ્ર દેશમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન સાબરકાંઠાના વડામથક હિંમતનગરમાં બપોરના સમયે છાપરીયા વિસ્તારમાથી નીકળેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ આયોજિત રામલલ્લાની શોભયાત્રા ઉપર એક કોમની મહિલાો સહિત તોફાની તત્ત્વોએ અચાનક પથ્થરમારો કર્યો હતો. જેમાં વાહનોમાં તોડફોડ કરીને એક બાઈક સળગાવી દીધું હતું. આ ઉપરાંત 100થી વધુ રાઉન્ડ ટીયર ગેસના સેલ છોડીને મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં 15 જેટલા તોફાની તત્ત્વોની અટક કરાઈ હતી. બીજી તરફ ખંભાતમાં રામ મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં એકજૂથ દ્વારા પથ્થરમારો કરાતા સમગ્ર વાતાવરણ ગરમાયું હતું. જેને લઈ સામસામે પથ્થરમારો શરૂ થયો હતો.
જેમાં 10થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા હતા. પોલીસ દ્વારા બેને જૂથના લોકોની અટકાયત કરી પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયત્ન કર્યો હતો. જોકે અધૂરી શોભાયાત્રા પોલીસ દ્વારા તુરંત બંધ કરી દેવામાં આવતા પરિસ્થિતિ થાળે પડી હતી. આ ઘટનામાં બંને જૂથના 50થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. પોલીસ દ્વારા શકરપુર ટાવર વિસ્તાર તેમજ ખંભાતના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ટીયર ગેસના સેલ છોડાયા હતા.છાપરીયા વિસ્તારમાં શોભાયાત્રા પહોંચી ગઈ હતી ત્યારે અચાનક જ એક કોમના કેટલાક તોફાની તત્ત્વોએ શોભયાત્રા ઉપર પથ્થરમારો શરૂ કરી દેતા હતપ્રત બની ગયેલા શોભાયાત્રાના લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ત્યારબાદ બંને જૂથ આમને સામને આવી જતાં તોફાની તત્ત્વોના પક્ષે મહિલાઓ પણ પથ્થરમારો કરવામાં સામેલ થઈ ગઈ હતી. ઘટા એવી બધી વિસ્ફોટક બની ગઈ હતી કે તોફાની તત્ત્વોએ શોભાયાત્રામાં સામેલ એક ગાડીની તોડફોડ કરી હતી. તેમજ પોલીસની ગાડી ઉપર પણ પથ્થરમારો કરીને પોલીસ જવાોને પણ ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત ચાર જેટલા વાહનોને નુકસાન પહોંચાડીને એક બાઈકને તો રસ્તા ઉપર સળગાવી દીધું હતું. પથ્થરમારાની આ ઘટનામાં એક શખ્સને મોઢામાં ભાગે ગંભીર ઈજાઓ થતાં તેનો ચહેરો અને શર્ટ લોહીલુહાણ થઈ ગયો હતો.
બીજી તરફ ખંભાતમાં રામજી મંદિર ખાતેથી નીકળેલી શોભાયાત્રામાં એકજૂથ દ્વારા પથ્થરમારો કરાતા સમગ્ર વાતાવરણ ગરમાયું હતું.
ટોળું બેકાબૂ બનતા ખંભાતના અન્ય વિસ્તારોમાં પણ પથ્થરમારા સહિત દુકાનો અને ગલ્લાની આગચંપીના બનાવો બનવા પામ્યા હતા. આ ઘટનામાં 10થી વધુ પોલીસકર્મીઓના તેમજ બંને જૂથના 50થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી.
પોલીસ દ્વારા શકરપુરા ટાવર વિસ્તાર તેમજ ખંભાતના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા. આ અંગે પ્રાપ્ય માહિતી મુજબ ખંભાત શહેરમા પથ્થરમારા દરમિયાન પીઆઈ અને ડીવાયએસપી દરમિયાન પીઆઈ અને ડીવાયએસપી સહિત અનેક પોલીસકર્મીઓ ઘવાયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયેલ છે.
બપોર બાદની તંગદીલી બાદ સાંજે પાંચ કલાકે નીકળેલી શોભાયાત્રા ઉપર ફરીથી થયેલા પથ્થરમારા દરમિયાન સમજાવટથી મામલો થાળે પાડવાની કોશિષ કરી રહેલા સાબરકાંઠા પોલીસ વડાના મોઢા ઉપર પથ્થર વાગ્યો હતો.

