50 કરોડ રૂપિયાની ઠગાઈઃ બિલ્ડર અભય લોઢાની મુંબઈથી ધરપકડ

Wednesday 13th July 2022 10:02 EDT
 
 

અમદાવાદઃ મુંબઇના ટોપવર્થ ગૃપના બિલ્ડર અભય લોઢાએ અમરેલીના એક વ્યકિત સાથે 50 કરોડની ઠગાઇ આચરી હોવાની ફરિયાદના પગલે સીઆઇડી ક્રાઇમે આરોપી અભય લોઢાની મુંબઇથી ધરપકડ કરી છે. સીબીઆઇએ બિલ્ડર લોઢા સામે અગાઉ એક નહીં પરંતુ સાત ફરિયાદ નોંધી હતી. જેમાં બિલ્ડરને જૂદી જૂદી બેંકમાં 4392 કરોડની ઠગાઇ કર્યાની નોટીસ પણ પાઠવી છે.
અમરેલીના બિલ્ડર કરશનભાઇએ રાજકોટ ઝોન સીઆઇડી ક્રાઇમમાં તેમની સાથે મુંબઇના બિલ્ડરે રૂ.50 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, 2019માં કરશને મુંબઇના બિલ્ડર અભય લોઢા સાથે સંપર્ક થયો હતો. બાદમાં બન્ને વચ્ચે ધંધાકીય ચર્ચામાં મિત્રતા થઇ હતી. બાદમાં કરશનભાઇની સહજ સીટી નામની સ્ક્રિમમાં એમની પ્રોપટી આવેલી છે. અભય લોઢાએ એક દિવસ કરશને કહ્યુ કે, તમોને મુંબઇની એક ખાનગી ફાઇનાન્સ કંપનીમાંથી તમને પ્રોપટી પર સસ્તા વ્યાજદરે રૂ. 40થી 50 કરોડની લોન અપાવવાની લાલચ આપી હતી. જેથી કરશને અભયને પ્રોપટીના ડોક્યુમેન્ટ આપ્યા હતા. અભય લોઢાએ કરશનના ડોક્યુમેન્ટ પર પોતે લોન લઇને તેમના ગેરેન્ટેડ તરીકે દર્શાવ્યા હતા.


comments powered by Disqus