અમદાવાદઃ સોનાની દાણચોરી માટે હબ બનેલા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એક કેરિયરને ત્રણ કિલો સોના સાથે પકડ્યો છે. આટલા મોટા જથ્થા સાથે પકડાયેલા મુસાફરની પૂછપરછ ચાલુ છે.
અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર શનિવારે સવારે ડિરેક્ટોરેટ રેવન્યુ ઓફ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) અને એર ઈન્ટેલિજન્સ યુનિટ (એઆઈયુ) સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં તેમને બાતમી મળી હતી કે દુબઈથી એમિરેટ્સની ફ્લાઈટમાં એક મુસાફર કેરિયર સોનું લઈને ઉતરવાનો છે જેને લઈને એરપોર્ટ પર વોચ ગોઠવી દેવામાં આવી હતી. અમદાવાદ એરપોર્ટ પર સવારે 8 વાગ્યે દુબઈની ફ્લાઈટ લેન્ડ થતાં જ કન્વેયર બેલ્ટ પરથી લગેલ લઈને કસ્ટમ વિભાગ તરફ આગળ વધતો હતો ત્યાં આ મુસાફરને અટકાવીને પૂછપરછ કરવામાં આવી હતી.

