અમદાવાદી ઠગે આણંદના પૂજારી પાસેથી રૂ.3.73 કરોડ પડાવ્યાં

Wednesday 13th July 2022 09:51 EDT
 
 

વડોદરા: આણંદના એકાઉન્ટન્ટનો પ્રોપર્ટીનો કેસ પતાવી આપવાના નામે અમદાવાદના ઠગે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ફી સ્વરૂપે ફેક આઈડી દ્વારા વર્ષ 2018થી રૂા.3.73 કરોડ રકમ ભરાવડાવી હતી. વધુ રૂપિયા પડાવવા માટે આરોપીએ ક્રાઈમ બ્રાંચના નામે ધરપકડ વોરંટ કાઢવાની ધમકીઓ આપતા ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે.
આણંદના રામનગર ખાતે રહેતા અને મંદિરમાં પૂજારી સામે બીજી પત્નીના છોકરાઓએ ખોટા દસ્તાવેજો બનાવીને વડોદરાનું ઘર પચાવી પાડવા માટે કાવતરું કરતાં તેમણે કોર્ટમાં કેસ કર્યો હતો. ભરત પટેલે કેસનું કામ પતાવવાનું જણાવી રકમ પડાવી હતી.


comments powered by Disqus