ગામડાં પરિવર્તનનું નેતૃત્વ પણ કરી શકે છેઃ નરેન્દ્ર મોદી

Wednesday 13th July 2022 09:24 EDT
 
 

સુરત: પ્રાકૃતિક ખેતી એ ધરતી અને ગૌમાતા, પર્યાવરણ-પ્રકૃતિની સેવા છે.’ સરસાણા કન્વેન્શન હોલ ખાતે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાત કહી હતી.
આઝાદીના અમૃત કાળમાં પ્રાકૃતિક કૃષિ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ અને જીવનશૈલી સહિત અનેકવિધ મોડેલ પર આગવું આયોજન કર્યું છે, જે આવનારા સમયમાં મોટા ફેરફારોનો આધાર બનશે. સુરત જિલ્લા વહીવટીતંત્રએ સુવ્યવસ્થિત આયોજન કરીને પ્રાકૃતિક કૃષિને જન આંદોલન બનાવવા બીડું ઉઠાવ્યું છે એ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશ માટે રોલમોડેલ બનવાની ક્ષમતા ધરાવે છે. સુરત જિલ્લાના ૬૯૩ ગામોની ૫૫૬ ગ્રામ પંચાયતોમાંથી કુલ ૪૧,૭૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિને અપનાવીને વિષમુક્ત ખેતીના નવા અધ્યાય તરફ ડગ માંડ્યા છે, ત્યારે હીરા ઉદ્યોગની ચમકથી વિશ્વ સ્તરે ઝળહળતું સુરત હવે પ્રાકૃતિક ખેતી ક્ષેત્રમાં પણ દેશને દિશા ચીંધશે એવો વિશ્વાસ છે.


comments powered by Disqus