ગુજરાતના 37 તાલુકામાં 50 ટકાથી વધુ અને કચ્છના 3 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ

Wednesday 13th July 2022 09:08 EDT
 
 

અમદાવાદ: ગુજરાતમાં જુલાઈ માસની શરૂઆતથી અનરાધાર વરસાદ પડવાનો શરૂ થયો છે. રાજ્યમાં સિઝનના પડતા એવરેડ વરસાદની સરખામણીએ સોમવારે સવારના 6 વાગ્યા સુધીની સ્થિત એ કુલ 37 તાલુકાઓમાં 50 ટકાથી વધુ રસાદ થયો છે, જેટમાંતી કચ્છના ત્રણ તાલુકામાં 100 ટકા વરસાદ વરસી ગયો છે. રાજ્યના કુલ 26 તાલુકાઓમાં 25 ઇંચ કરતા વધુ અને 6 તાલુકામાં 40 ઈંચ વરસાદ વલસાડના કપરાડા તાલુકામાં વરસ્યો છે, જ્યારે 24 કલાકમાં સૌથી વધુ 22 ઈંચ વરસાદનો રેકોર્ડ છોટા ઉદેપુરના બોડેલી તાલુકામાં સર્જાયો છે.
ગુજરાતમાં ટકાવારીની દૃષ્ટિએ સૌથી વધુ વરસાદ કચ્છના તાલુકાઓમાં વરસ્યો છે. કચ્છના લખપત તાલુકામાં 18.76 ઈંચ એટલે કે, 128.11 ટકા, મુંદ્રામાં 21.96 ઇંચ એટલે કે, 105.02 ટકા અને માંડવી-કમાં 20.08 ઈંચ એટલે કે 102.82 ટકા વરસાદ વરસ્યો છે.આવી જરીતે ઈંચમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 52.4 ઈંચ. ધરમપુરમાં 49.72 ઈંચ, વાપીમાં 41.08 ઈંચ, ચીખલીમાં 39.24 ઈંચ, વાંસદામાં 38.04 ઈંચ, નવસારીમાં 32.08, ગણદેવીમાં 30.36, જલાલપોરમાં 29 ઈંચ વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાામાં 34.92, પલસાણામાં 31.08 ચોર્યાસીમાં 29.16 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય તાપીના ડોલવણ તાલુકામાં 30.88 ઈંચ, ડાંગના વઘઈમાં 34.88 ઈંચ, ડાંગના વઘઈમાં 34.88 ઇંચ, આહવામાં 34.28, સુબીરમાં 30.08 ઈંચ વરસાદ થઈ ગયો છે.આ ઉપરાંત છોટાઉદેપુરના બોડેલીમાં 29 ઈંચ અને પંચમહાલમના જાંબુઘોડા તાલુકામાં 29 ઇંચજેટલો વરસાદ વરસી ગયો છે.

રાજ્યમાં છેલ્લા 8 વર્ષનો રેકોર્ડબ્રેક વરસાદ, ગત વર્ષથી 229.6 ટકા વધુ

છેલ્લા 8 વર્ષના ચોમાસાની સરખામણીએ આ વખતે ગુજરાતમાં ચોમાસાની રફતાર વધુ તેજ જોવા મળી રહી છે. છેલ્લા 8 વર્ષના અત્યાર સુધીના એટલે કે, 11મી જુલાઈ સુધીના વરસાદની વાત કરીએ તો આ વખતે રેકોર્ડબ્રેક વરસાદ થયો હતો. ગત વર્ષે 11 જુલાઈ સુધીમાં રાજ્યમાં 5.34 ઈંચ વરસાદ વરસ્યો હતો જેની સરખામણીએ આ વર્ષે 12.26 ઈંચ એટલે કે, 229.6 ટકા વધુ વરસાદ ખાબકી ગયો છે. ગુજરાતમાં સમગ્ર સિઝનમાં 34 ઈંચ વરસાદ પડવાની સરેરાશ છે જેની સામે અત્યાર સુધીમાં 36.07 ટકા વરસાદ વરસી ગયો છે. જેમાં સૌથી વધુ જુલાઈ માસમાં જ 9.7 ઈંચ એટલે કે, 28.51 ટકા વરસાદ વરસ્યો છે.
વર્ષ 2015થી લઈને વર્ષ 2022 સુધીની 111મી જુલાઈ સુધીમાં વરસાદની સ્થિત જોઈએ તો આ વખતે ધોધમાર વરસાદ વરસ્યો છે. વર્ષ 2015માં 6.92 ઈંચ, વર્ષ 2016માં 4.37ઈંચ, વર્ષ 2017માં 8.78 ઈંચ, વર્ષ 2018 6.52ઈંચ, વર્ષ 2019માં 7.74 ઈંચ, વર્ષ 2020માં 9.71 ઈંચને વર્ષ 2021માં 11મી જુલાઈ સુધીમાં 5.34 ઈંચ વરસાદ વરસ્યો હતો જે સિઝનના કુલ વરસાદનો 15.92 ટકા વરસાદ હતો.

અમદાવાદમાં મેઘ તાંડવઃ એક હજાર કરોડ રૂપિયાની સંપત્તિને નુકસાન

અમદાવાદ શહેરમાં રવિવારે સાંજે છ વાગ્યાથી શરૂ થયેલા ધોધમાર વરસાદ બાદ ચોવીસ કલાકના સમયમાં સમગ્ર શહેરમાં અત્ર-તત્ર-સર્વત્ર વરસાદે વેરેલી તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. રવિવારે મોડી રાત્રે બે કલાકથી શરૂ થયેલા અને અનરાધાર વરસાદે શહેરમાં નિકોલ અને નારણપુરા એમ બે વિસ્તાર વચ્ચેની પૂર્વ અને પશ્ચિમની ભેદરેખા ભૂંસી નાંખી હતી. એટલી હદે સમગ્ર શહેરમાં તારાજી સર્જાવા પામી હતી. ક્યાંક લોકોના ઘરમાં પાણી ફરી વળ્યાં તો ક્યાંક વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા. મ્યુનિનિસપલ કોર્પોરેશન દ્વારા મોન્સુન કામગીરીને લઈને કરવામાં આવેલા તમામ દાવા પોકળ પૂરવાર થતા સમગ્ર શહેરના લોકો ભારે વરસાદના સકંજામાં આવી ગયા હતા. એક અંદાજ મુજબ, સમગ્ર શહેરમાં ચોવીસ કલાકમાં ખાબકેલા વરસાદને કારણે અંદાજે એક હજાર કરોડની સંપત્તિને નુકસાન થવા પામ્યું હતું.


comments powered by Disqus