ગોંડલના રમેશભાઈ રૂપારેલિયાને રાજ્યપાલના હસ્તે ‘ઇન્ડિયા એનિમલ હેલ્થ એવોર્ડ’ મળ્યો

Wednesday 13th July 2022 10:04 EDT
 
 

રાજકોટઃ ગોંડલના વોરાકોટડા ગામમાં રહેતા અને ગીર ગૌ જતન સંસ્થા ગૌશાળાના ચેરમેન રમેશભાઈ રૂપારેલિયાને તેમની ગૌ નિષ્ઠા પ્રતિ લગાવ, ગૌપ્રેમ અને ગૌધન માર્ગદર્શનની ઊંડી સમજથી સમગ્ર ગુજરાત જાણકાર છે. જેની નોંધને તાજેતરમાં યોજાયેલ એક કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે તેમને ‘ઇન્ડિયા એનિમલ હેલ્થ એવોર્ડ 2022’ એનાયત થયો હતો.
રમેશભાઈ 150 ગીર ગાય સાથે ગૌશાળા ચલાવી રહ્યા છે. આ ગાયના પંચગવ્યમાંથી અલગ અલગ પ્રોડક્ટ બનાવી ગૌશાળાએ આશરે ચાર કરોડ રૂપિયાનું વાર્ષિક ટર્નઓવર હાંસલ કર્યું છે. અહીં ઘીનો ભાવ સાંભળી ચક્કર આવી જાય, કારણ કે એક કિલોનો ભાવ 7000થી લઈને 50,000 હજાર રૂપિયા સુધીનો છે. આ ગૌશાળામાં બનતી 170 પ્રોડક્ટ 123 દેશમાં નિકાસ થાય છે.
રમેશભાઈએ જણાવ્યું હતું કે, અમેરિકા, યુકે, ન્યૂઝીલેન્ડ, ઓમાન, UAE, અરબ સહિતના દેશોમાં અહીં બનતી વસ્તુઓની નિકાસ થાય છે. અહીં કોમ્પ્યુટર એન્જિનિયરથી લઈને 20 કોમ્પ્યુટર ઓપરેટર ગૌશાળામાં નોકરી કરે છે.


comments powered by Disqus