ડબલ એન્જિનવાળી સરકારથી ગુજરાતને ફાયદો થશે

Wednesday 13th July 2022 09:42 EDT
 
 

સુરત: સુરતના સરસાણા કન્વેન્શન હોલમાં ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીની બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે પેજ સમિતિ અને પેજ પ્રમુખો માત્ર રાજકીય વ્યવસ્થા કે ચૂંટણીલક્ષી કાર્યો માટે જ નથી પરંતુ સમાજોપયોગી કાર્યો માટે પણ પેજ સમિતિનો ઉપયોગ થઈ રહ્યો છે. પેજ સમિતિ કાર્યક્રમ હેઠળ ગુજરાતભરમાં 67 લાખ પેજ સમિતિના ફોર્મ ભરાયા છે. આ પેજ સમિતિ જ ભાજપને તેના લક્ષ્યાંક સુધી પહોંચાડવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત સદાય વિકાસના કાર્યોમાં અગ્રેસર રહ્યું છે. ડબલ એન્જિનની સરકારને કારણે ગુજરાતને વધુ ફાયદો થયો છે. ખેડૂતોને પાકના સારા ભાવ મળી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ 182 વિધાનસભાની બેઠકો પર પ્રભારીની નિમણૂક કરી દેવાઈ છે. આ તમામ બેઠકો પર પ્રદેશ આગેવાનો દ્વારા ત્રણ દિવસનો રાજકીય અભ્યાસ માટે પણ પ્રવાસ પણ થયો છે. વન ડે વન ડિસ્ટ્રીક્ટનો દેશમાં પ્રથમ પ્રયોગ થયો છે. ગુજરાતના આ પ્રયાસથી પ્રધાનમંત્રી દ્વારા સરાહના પણ કરાઈ છે.


comments powered by Disqus