પેપરલેસ, કોન્ટેક્ટલેસ, કેશલેસ અને ફેસલેસ સિસ્ટમમાં ગુજરાત પહેલું

Wednesday 13th July 2022 09:13 EDT
 
 

ગાંધીનગરઃ આઈટી અને આઈટીઈએસ ક્ષેત્રે પેપરલેસ, કોન્ટેક્ટલેસ, ફેસલેસ અને કેશલેસ સિસ્ટમ પૂરી પાડનારું ગુજરાત એકમાત્ર રાજ્ય બનશે. આ હેતુ માટે રાજ્ય સરકારે આજે Gujarat MyGov પોર્ટલ, આઈટી-આઈટીઈએસ પોલીસી ઈમ્પિલમેન્ટેશન ગાઈડ લાઈન અને આઈટી/આઈટીઈએસ પોલિસી ઈન્સેન્ટિવ મેનેજમેન્ટ પોર્ટલનો પ્રારંભ કર્યો છે.
સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાંચ વર્ષમાં ડિજિટલ વ્યવસ્થાઓને એક એવા ટેકનોલોજીકલ માળખાનું નિર્માણ કરવા જઈ રહી છે કે જે પાયાના સ્તરથી શાસનના સ્તર સુધીના તમામ નાગરિકોને જોડશે અને સેવાઓ પૂરી પાડશે.


comments powered by Disqus