યુએઈથી મુન્દ્રા આવેલું 376 કરોડ રૂપિયાનું હેરોઇન ઝડપાયું

Wednesday 13th July 2022 08:59 EDT
 
 

ભૂજઃ કચ્છના મુન્દ્રામાંથી વધુ એકવાર હેરોઇનનો જથ્થો ઝડપાયો છે. ગુજરાત ATSએ 376 કરોડ રૂપિયાની કિંમતનું 75 કિલો હેરોઇન ઝડપી પાડ્યું છે. આ કન્ટેનર દ્વારા મુન્દ્રાથી પંજાબમાં ડીલીવરી થવાની છે. UAEના અજમલ ફ્રી ઝોનમાંથી આ કન્ટેઈનર મુન્દ્રા પોર્ટ પર આવ્યું હતું
પંજાબ પોલીસની બાતમીને આધારે ગુજરાત ATSની ટીમ મુન્દ્રા ખાતે આવી આ શંકાસ્પદ કન્ટેઇનરને શોધતા કન્ટેનર ઓલ કાર્ગો CFS ખાતે લોકેટ કરવામાં આવ્યા હતા. જે કન્ટેઇનરની ઝડતી લેતા, તેમાં લગભગ 4000 કિ.ગ્રા. કાપડ હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળેલ, જે 540 કાપડના રોલમાં વીંટાળેલું હતું. જેમાં 64 રોલની અંદર છુપાવેલું કુલ 75 કિલો 300 ગ્રામ શંકાસ્પદ માદક પદાર્થ મળી આવ્યો હતો. જેને સ્થળ ઉપર હાજર F.S.L. મારફતે પરીક્ષણ કરાવતા મળી આવેલા માદક પદાર્થ હાઈ પ્યોરિટીનો હેરોઇન હોવાનું જાણવા મળ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિં રૂ.376.5 કરોડ થાય છે.


comments powered by Disqus