લોકસભામાં સવાલ પૂછવામાં ગુજરાતના સાંસદો ટોપ-10માં પણ નહીં

Wednesday 13th July 2022 09:01 EDT
 
 

અમદાવાદઃ વર્તમાન 17મી લોકસભાના ગુજરાતના સાંસદો દ્વારા સરેરાશ 119 સવાલ પૂછવામાં આવ્યા છે. લોકસભામાં સૌથી વધુ સરેરાશ સવાલ પૂછવામાં ગુજરાત ટોચના 10 રાજ્યોમાં પણ નથી.
તાજેતરમાં જારી કરાયેલા એક અહેવાલમાં હાલની 17મી લોકસભામાં કયા રાજ્યના સાંસદ દ્વારા સૌથી વધુ સરેરાશ સવાલ પૂછવામાં આવ્યા તે અંગે અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેના અનુસાર સમગ્ર દેશના સાંસદો દ્વારા સરેરાશ 116 સવાલ પૂછવામાં આવે છે. સૌથી વધુ સરેરાશ સવાલ પૂછવામાં આંદામાન નિકોબાર 414 સાથે મોખરે છે. મહારાષ્ટ્રના સાંસદો દ્વારા 223, ત્રિપુરાના સાંસદો દ્વારા 200, લક્ષદ્વિપના સાંસદો દ્વારા 177, કેરળના સાસંદો દ્વારા 166, આંધ્રના સાંસદો દ્વારા 164, તામિલનાડુના સાંસદો દ્વારા 159, ઝારખંડના સાંસદો દ્વારા 135 સરેરાશ સવાલ પૂછવામાં આવ્યા છે. સૌથી વધુ સરેરાશ સવાલ પૂછવામાં ગુજરાત 11મા સ્થાને છે. બીજી તરફ દાદરાનગર હવેલીના સાંસદ દ્વારા સૌથી ઓછા 3, હિમાચલ પ્રદેશના સાંસદો દ્વારા 13, ગોવાના સાંસદો દ્વારા 22, અરૂણાચલ પ્રદેશના સાંસદો દ્વારા 23, મિઝોરમના સાંસદો દ્વારા 2 સવાલ સરેરાશ પૂછાયા હતા.


comments powered by Disqus