‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો રાજ્યવ્યાપી આરંભ

Wednesday 13th July 2022 09:17 EDT
 
 

ગાંધીનગરઃ અમદાવાદ સાયન્સ સિટી ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશની સૌથી મોટી એવી ‘ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ’નો આરંભ કરાવ્યો હતો. આગામી 75દિવસ દરમિયાન તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આ ક્વિઝ યોજાશે. જેમાં શાળા-તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આ ક્વિઝ યોજાશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો સહિત ૨૫ લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે.
વેબસાઇટ, ઇ-પુસ્તિકા અને ઓનલાઇન કોમ્પિટિશનના માધ્યમથી આ રાજ્ય વ્યાપી સ્પર્ધાને ડિઝિટલ ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કહ્યું હતું કે આ સ્પર્ધાનો ઉદ્દેશ એ છે કે, વિદ્યાર્થી, સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ-નિયમો સહિત સામાન્ય જ્ઞાનની અવગત થાય.
ક્વિઝ અઠવાડિયામાં દર રવિવારથી ચાલુ થઇને દર શુક્રવારે સમાપ્ત થશે અને દર શનિવારે વિજેતા જાહેર થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ, યુનિવર્સિટી વિભાગને પ્રતિ સ્પર્ધક દીઠ ક્વિઝનો સમયગાળો ૨૦ મિનિટનો અને ક્વિઝમાં ૨૦ ક્વિઝ રહેશે. દરરોજ ૨૫૦ ક્વિઝની ડિજિટલ પુસ્તિકા સ્પર્ધકોને માર્ગદર્શિકા તરીકે ઓનલાઇન પ્રાપ્ત થશે. દર અઠવાડિયે તાલુકા અને વોર્ડ કક્ષાના શાળા અને કોલેજ તેમજ યુનિવર્સિટીના વિભાગનાં દસ-દસ વિજેતાઓ જાહેર કરાશે.


comments powered by Disqus