કપડવંજમાં દીકરીની હત્યા કર્યા બાદ પિતાનો આપઘાત

Wednesday 14th December 2022 05:56 EST
 
 

નડિયાદ: ખેડાના કપડવંજમાં દીકરીની હત્યા કર્યા બાદ પિતાએ આત્મહત્યા કરી લીધી. રત્નાકર માતા રોડ પર આવેલા વિશ્વાસ આર્કેડ નામના ફ્લેટમાં સાંજના સમયે બનેલી ઘટનાની જાણ સૌપ્રથમ પડોશીને થઈ હતી. જેની જાણ પોલીસને થતાં પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. વિશ્વાસ આર્કેડમાં પાંચમા માળે રહેતા ભાવિક પટેલની પત્નીનું દોઢ વર્ષ અગાઉ કોરોનામાં મૃત્યુ થયું હતું, ત્યારથી તેઓ પોતાની 10 વર્ષીય દીકરી જોએલ સાથે એકલવાયું જીવન જીવી રહ્યા હતા. દિવસે દિવસે દીકરીની ઉંમર વધી રહી હતી, પરંતુ સાથે કોઈ સગાંસંબંધી કે પરિવાર ન હોઈ દીકરીની ચિંતા અને પત્નીના વિયોગમાં ભાવિકે આત્મહત્યા કરી હોઈ શકે છે. જોએલ રોજ પડોશીના દીકરા સાથે ટ્યૂશન જતી હોઈ આજે પડોશી તેને બોલાવવા ગયા હતા. જ્યાં દરવાજાને ધક્કો મારતાં જ ભાવિકની લટકતી લાશ જોવા મળી હતી. જે બાદ પડોશીએ પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળ પર તપાસ માટે પહોંચેલા પી.આઇ. અજિત ચૌધરીએ જણાવ્યું હતું કે, દીકરીના ગળા પર ઈજાનાં નિશાન મળ્યાં છે.


comments powered by Disqus