ગુજરાતની ચૂંટણી હાર્યા બાદ પણ ખુશ દેખાયા અરવિંદ કેજરીવાલ

ગુજરાતની ચૂંટણીના કારણે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બનીઃ કેજરીવાલ

Saturday 10th December 2022 07:38 EST
 

આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત પોતાનું નસીબ અજમાવ્યું હતું. ગુજરાતની ધુરા કે વિપક્ષી પદ તો આમ આદમી પાર્ટીને મળી ન શક્યું, પરંતુ આમ આદમી પાર્ટીને લોટરીરૂપ પાંચ બેઠક જરૂર મળી છે. ચૂંટણીના પરિણામ બાદ અરવિંદ કેજરીવાલ ખુશ જણાતા હતા. આ અંગે તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં અમે કંઈ જ ખોયું નથી, પરંતુ કંઈ મેળવ્યું જ છે. ગુજરાત એ ભાજપનો ગઢ ગણાય છે, ત્યાં અમે પાંચ બેઠકો મેળવી કિલ્લામાં સેંધ મારી દીધી છે, હજુ તો શરૂઆત છે પણ આવનારી ચૂંટણી અમે ગુજરાતને સર કરવા માટે જીતીશું અને તેમાં ચોક્કસ સફળ પણ રહીશું.

પોતાની ખુશીના મુખ્ય કારણ અંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, અમે ગુજરાતમાં ચૂંટણી જીતી ન શક્યા, પરંતુ ગુજરાતના રાજકારણે અમને રાષ્ટ્રીય પાર્ટી બનાવી દીધી છે. આમ આદમી પાર્ટીની આ સફળતા અંગે કેજરીવાલે ગુજરાતની પ્રજાનો આભાર માન્યો અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ગઢ પર સફળ થવાનો આશાવાદ દર્શાવ્યો.


comments powered by Disqus