156 બેઠકો જીતીને મોદીએ આખરે પોતાનો સંકલ્પ, પોતાનું સ્વપ્ન પૂરું કરી લીધું જે તેમણે ખુલ્લી આંખે જોયું હતું. મોદીની આ એક તડપ હતી કે 37 વર્ષ જૂનો માધવસિંહ સોલંકીનો 149 સીટ જીતવાનો રેકોર્ડ તોડવો. અંતતોગત્વા તેમણે તે પૂર્ણ કર્યું. ગુજરાતના ચાર ઝોનમાં ભાજપે પ્રચંડ બેઠકો જીતી છે. કોંગ્રેસના વિપક્ષના નેતા સહિત વર્તમાન 40 ધારાસભ્યો હાર્યા છે, સૌરાષ્ટ્રની 54માંથી 46 બેઠકો જીતીને ભાજપે ત્યાંથી તેની ઓળખ જ ભૂંસી નાખી.
કયા ઝોનમાં કોને કેટલી બેઠક?
ઝોન બેઠકો ભાજપ કોંગ્રેસ આપ અન્ય
સૌરાષ્ટ્ર-કચ્છ 54 46 3 4 1
ઉત્તર ગુજરાત 32 22 8 0 2
મધ્ય ગુજરાત 61 55 5 0 1
દક્ષિણ ગુજરાત 35 33 1 1 0
કુલ 182 156 17 5 4
