જાણીતા અર્થશાસ્ત્રી અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન યોગેન્દ્ર કે. અલઘનું અવસાન

Wednesday 14th December 2022 05:26 EST
 
 

અમદાવાદ: જાણીતા અર્થશાસ્ત્રી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યોગેન્દ્ર કે. અલઘનું લાંબી માદગી બાદ મંગળવારે અમદાવાદમાં નિધન થયું હતું. પ્રો. વાય.કે. અલઘના નામથી પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ રિસર્ચમાં પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યા હતા. વડાપ્રધાન મોદીએ પણ સ્વર્ગસ્થને શ્રદ્ધાંજલિ અર્પી હતી. 1939માં પાકિસ્તાન-ચકવાલમાં જન્મેલા અલઘે શરૂઆતી શિક્ષણ રાજસ્થાનમાં પૂર્ણ કર્યા બાદ પેન્સિલવેનિયાથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટ કર્યું હતું. તેમણે આઇઆઇએમ કોલકાતા સહિત દેશવિદેશની ખ્યાતનામ શિક્ષણ સંસ્થામાં વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રનો અભ્યાસ કરાવ્યો હતો. તેમણે દિલ્હીની જેએનયુના વીસી તરીકે પણ ફરજ બજાવી હતી. 


comments powered by Disqus