નરોલી રાજપૂત સમાજ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન

Wednesday 14th December 2022 05:18 EST
 
 

દાદરા અને નગર હવેલીના નરોલી રાજપૂત સમાજ દ્વારા નવસારીની નિરાલી હોસ્પિટલના સહયોગથી નરોલીના ગ્રામજનો માટે કેન્સર સ્ક્રીનિંગ અને ગાયનેકોલોજી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ પોતાનું ચેકઅપ કરાવ્યું હતું. આ કેમ્પમાં રાજપૂત સમાજના અગ્રણીઓ, નિરાલી હોસ્પિટલના ડોક્ટર્સ અને સ્ટાફ સહિત મોટાપ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus