નવી ટર્મના ધારાસભ્યોને રહેવા માટે આલીશાન સરકારી એપાર્ટમેન્ટ મળશે

Wednesday 14th December 2022 05:36 EST
 
 

ગાંધીનગર: નવી ટર્મના ધારાસભ્યને ગાંધીનગર સે.17માં રહેવા માટે આલીશાન સરકારી આવાસો બનાવાઈ રહ્યા છે. જેનું બાંધકામ ઝડપથી પૂર્ણ કરવા સૂચના અપાઈ છે.
રાજ્યના માર્ગ-મકાન ખાતા દ્વારા જૂનાં આવાસ તોડીને 216 લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ બનાવાઈ રહ્યાં છે, જેની પાછળ રૂ. 140 કરોડ કરતાં વધુ રકમનો ખર્ચ થશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને મિડ ટર્મ સમયે આ એપાર્ટમેન્ટ ફાળવાય તેવી સંભાવના છે.
ગાંધીનગરમાં સૌપ્રથમવાર 1970માં સદસ્ય નિવાસ બનાવવામાં આવ્યાં હતાં. હાલ જે નિવાસસ્થાન છે તે સાંકડા હોવાથી નવા આવાસ મોટા બનાવાશે. આ આવાસો 1860 ચો.ફૂટ વિસ્તારમાં તૈયાર કરાશે, જેમાં ઓડિટોરિયમ, વોકિંગ ટ્રેક, કિચન, ડાઇનિંગ હોલ, ડ્રાઇવર રૂમ, ગાર્ડન, પ્લે ગ્રાઉન્ડ, હેલ્થ ક્લબ,ે જિમ હશે. એક એપાર્ટમેન્ટમાં ચાર બેડરૂમની વ્યવસ્થા હશે.


comments powered by Disqus