ગાંધીનગરઃ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા આરટીઈ હેઠળ ધો.1માં પ્રવેશ માટે બાળકની ઉંમર નિર્ધારિત કરી લેવામાં આવી છે. જે મુજબ 6 વર્ષ પૂર્ણ કર્યાં હોય તે બાળકને જ ધો.1માં પ્રવેશ આપવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. આ અંગે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળા સંચાલકોને પત્ર લખીને જાણ કરવામાં આવી છે.
શિક્ષણાધિકારીએ આચાર્ય- સંચાલકોને જણાવ્યું છે કે, 2023-24માં 4 જૂનના રોજ પ્રવેશ આપવામાં આવનારા બાળકની ઉંમર 6 વર્ષની હોવી જરૂરી છે. જે કોઈપણ સ્કૂલ આ બાબતની ખાતરી કર્યા વિના પ્રવેશ આપશે તો સંપૂર્ણ જવાબદારી શાળાની જ રહેશે.

