ભચાઉ પાસે 3.4ની તીવ્રતાનો આંચકો

Wednesday 14th December 2022 05:43 EST
 
 

ભુજ: કચ્છમાં વર્ષ 2001માં વિનાશક ભૂકંપ બાદ સમયાંતરે નાનામોટા આંચકા અનુભવાય છે, જે અંતર્ગત વધુ એક આંચકો ભચાઉ પાસે અનુભવાયો છે. જે કારણે લોકોમાં ચિંતા ફેલાઈ હતી. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરીની વિગતો પ્રમાણે તા. 8-12-22ના રોજ ભચાઉથી 9 કિ.મી. દૂર નોર્થ-વેસ્ટમાં 3.4ની તીવ્રતાનો આંચકો અનુભાયો હતો. જેના કારણે લોકોમાં ચિંતા ફેલાઈ હતી. દર વર્ષે જાન્યુઆરી માસમાં લોકોના માનસમાં ચિંતા ફેલાતી હોય છે. 21 વર્ષ પહેલાં 26 જાન્યુઆરી, 2001માં આવેલા વિનાશક ભૂકંપે સમગ્ર કચ્છને તબાહ કરી નાખ્યું હતું.


comments powered by Disqus