ભાજપના 19 પૈકી 2 બળવાખોર જ ભાજપ સામે ઝીંક ઝીલી શક્યા

Wednesday 14th December 2022 05:53 EST
 
 

ગાંધીનગરઃ વિધાનસભાની ચૂંટણીની ટિકિટ ન મળતાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે અપક્ષ તરીકે મેદાને પડનારા 19 બળવાખોરોની ભાજપમાંથી હકાલપટ્ટી કરી દેવામાં આવી હતી. જૈ પૈકી ધાનેરાથી માવજી દેસાઈ અને બાયડથી ધવલસિંહ ઝાલાની જીત થઈ છે.
આ સિવાયના બળવાખોરોની વાત કરીએ તો લેબજી ઠાકોર, દિનુ પટેલ, મધુ શ્રીવાસ્તવ, કુલદીપસિંહ રાઉલ, અમરીષ ઝાલા, રમેશ ઝાલા, અરવિંદ લાડાણી, હર્ષદ વસાવા ભાજપ સામે વામણા સાબિત થયા છે. આમ 19 પૈકી માંડ ચાર બેઠક પર ભાજપને અપક્ષોના કારણે નુકસાન થયું છે, જેમાં બે બળવાખોરો અસર કરી ગયા છે. અન્ય કોઈ બળવાખોર ભાજપની વોટબેન્ક પર અસર કરી શક્યા નથી. આના પરથી સાબિત થાય છે કે જે-તે બેઠક પર લોકો ઉમેદવારનો ચહેરો જોઈને નહીં મોદીના ચહેરા એટલે કે ભાજપને જ મત આપે છે. વાઘોડિયાથી અપક્ષ ઉમેદવાર અને કુતિયાણાથી સમાજવાદી પાર્ટી તરફથી લડતા કાંધલ જાડેજાની જીત થઈ છે, જેઓ આગળ જતાં ભાજપ સાથે જ રહેશે તે નક્કી છે.


comments powered by Disqus