વોશિંગ્ટન: અમેરિકાના ધાર્મિક સ્વતંત્રતાને લગતા અહેવાલથી હોબાળો મચ્યો છે. અહેવાલમાં કહેવાયું છે કે ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાની બાબતે ખૂબ જ ચિંતાજનક સ્થિતિ છે. અમેરિકા એના પર નજર રાખશે. જોકે ભારતે અહેવાલનો વિરોધ કર્યા પછી અમેરિકાના સૂર બદલાયા હતા. અહેવાલમાં ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના સંદર્ભમાં ગંભીર સ્થિતિ હોવાનું કહેવામાં આવ્યું હતું.
ભારતના વિદેશ મંત્રાલયે અહેવાલ સામે વિરોધ નોંધાવ્યો હતો. ભારતે કહ્યું હતું કે અહેવાલમાં ભારત પ્રત્યે ભેદભાવ રાખવામાં આવ્યો છે અને ખોટી માહિતી એકઠી કરીને રજૂ થઈ છે. ભારતના બંધારણમાં માનવાધિકાર અને સુરક્ષા તેમજ ધાર્મિક સ્વતંત્રતા બાબતે પૂરતા અધિકારો છે. અમેરિકી વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. ત્યાં બધા ધર્મના લોકો એકસાથે રહે છે.

